SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ विरचिता] श्रीवीरस्तुतिः ૨૫૩ હે જિનવરેંદ્ર! સમવસરણમાં આવેલા જંતુઓને સુરસેવિત તારા ચરણારવિંદ વડે જે પ્રતિતોષ થાય છે એ બરાબર જ છે –તારાં ચરણો તો જંતુઓને-પ્રાણિઓને તોષ આપ નારાં જ છે.” રૂપ-સિદ્ધિ– ' “જા (૮-૧-ર૦૬)થી કરતો અને સિવોના હિતો અને રોજ બને છે અને સર્વત્રથી હિતો અને રોગ થાય છે. “ો થી વિરતોલ અને ડિવોત્ત થાય અને જૂન-જથી બંનેનું કિશોર રૂપ થાય. જિનવરેન્દ્ર રાગાદિ શત્રુઓને જીતે તે “જિન” કહેવાય છે. આ જિનના (૧) શ્રુત-જિન, (૨) અવધિ-જિન, (૩) મન:પર્યય-જિન અને (૪) કેવલિ–જિન એમ ચાર પ્રકારો પડે છે. આ ચારેમાં જેઓ ઉત્તમ હોય છે તેઓ “જિનવર કહેવાય છે, કેમકે તેઓ ભૂત, વર્તમાન અને ભાવિ ભાવ અને તેના સ્વભાવ ઉપર પ્રકાશ પાડનારા કેવલજ્ઞાનથી અલંકૃત છે. આ જિનવરો અતીર્થકર પણ હોઈ સામાન્ય કેવલી છે. તેથી તીર્થકરની પ્રતિપત્તિ માટે ઈન્દ્ર' પદને પ્રયોગ કરવામાં આવ્યો છે. જિનવરોના ઇન્દ્ર તે “જિનવરેન્દ્ર જાણવા. પ્રકૃણ પુણ્યના સ્કંધરૂપ-તીર્થંકરનામકર્મના ઉદયથી તેઓ “તીર્થકર” કહેવાય છે. આથી જ્ઞાનાતિશય તેમજ પૂજાતિશય એ બંને અતિશય સૂચવાય છે, કેમકે જ્ઞાનાતિશય વિનાના જિનોમાં ઉત્તમતાને અને પૂજાતિશય વિનાના જિનવરોને વિષે ઇન્દ્રતાને અયોગ છે. જુઓ પ્રજ્ઞાપના સૂત્રની શ્રીમલયગિરિસૂરિકૃત વૃત્તિનું ત્રીજું પત્ર. સમવસરણુ– કેવલજ્ઞાન પ્રાપ્ત થયા બાદ જે સ્થળમાં બેસીને તીર્થકર ભવ્ય જીવોને દેશના આપે છે તેને “સમવસરણ” કહેવામાં આવે છે. આનું ટુંકું પરંતુ સુંદર અને મુખ્ય મુખ્ય હકીકતો ઉપર પ્રકાશ પાડતું વર્ણન શ્રીરતપ્રભસૂરિકૃત કુવલયમાલાકથા (પૃ. ૧૧૬–૧૧૯) માં નજરે પડે છે. આવશ્યક-નિર્યુક્તિ, ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર, સમવસરણ–પ્રકરણ, લેકપ્રકાશ (સ૦ ૩૦) ઈત્યાદિ ગ્રન્થોને આધારે મેં તૈયાર કરેલું વિશિષ્ટ વર્ણન સ્તુતિ-ચતુર્વિશતિકાના સ્પષ્ટીકરણ (પૃ૦ ૨૯૧-૨૯)માં છપાયું છે. એ સંબંધમાં શ્રીયુત કુંવરજી આનંદજીએ કેટલીક ખલનાઓ હોવાનું મને વિ. સં. ૧૯૮૪ ના જેઠ શુદિ છઠના પત્ર દ્વારા સૂચવ્યું હતું તેનો અત્ર વિચાર થઈ શકે તે માટે તેમજ વિશેષ સ્પષ્ટતાની ખાતર પ્રાસંગિક હકીકત રજુ કરવામાં આવે છે. જાણે પોતાના ચિત્તની મલિનતાને દૂર કરતા હોય તેમ વાયુકુમાર દેવો યોજન પ્રમાણ પૃથ્વી ઉપરથી કચરો, ઘાસ વગેરે દૂર કરી તેને શુદ્ધ કરે છે–તેનું પ્રમાર્જન કરે છે. પછીથી પુણ્ય-બીજની વાવણી કરવા જાણે ઈચ્છતા હોય તેમ મેઘકુમાર દેવો સુગંધી જળની વૃષ્ટિ કરી એ પૃથ્વીનું સિંચન કરે છે. તીર્થકરનાં ચરણોને પોતાના મસ્તકે ચડાવનાર આ પૃથ્વીની જાણે પૂજા કરતા હોય તેમ છએ ઋતુના અધિષ્ઠાયક દેવો (વ્યંતરો) પંચરંગી, સુગંધી, અધોમુખ ડીંટવાળા પુષ્પોની જાનુ પર્યત વૃષ્ટિ કરે છે. ત્યાર બાદ વાણવ્યંતર દેવો સુવર્ણ, મણિ અને માણેક વડે પૃથ્વી–તલ બાંધે છે અર્થાત્ તેઓ એક યોજન પર્વતની આ પૃથ્વી ઉપર પીઠબંધ કરે છે. ચારે દિશાઓમાં તેઓ મનહર તોરણ બાંધે છે. વિશેષમાં ભવ્ય જનોને દેશના સાંભળવા ૧ જે શબ્દની આદિમાં “પ્રતિ’ શબ્દ હોય તે તેના ત ને ૩ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy