________________
૨૦
પ્રસ્તાવના
"શ્રીપાલની કુમારપાલપ્રતિબંધના અંતમાં આપેલી પ્રશસ્તિગત નિમ્નલિખિત પદ્ય દ્વારા જે સ્તુતિ કરી છે તેને પણ નિર્દેશ કરે અનુચિત નહિ ગણાય –
"प्राग्वाटान्वयसागरेन्दुरसमप्रज्ञः कृतज्ञः क्षमी ___वाग्मी सूक्तिसुधानिधानमजनि श्रीपालनामा पुमान् । यं लोकोत्तरकाव्यरञ्जितमतिः साहित्यविद्यारतिः
श्रीसिद्धाधिपतिः 'कवीन्द्र' इति च भ्रातेति च व्याहरत् ॥" સિજૂરપ્રકાર, શૃંગારરાવ્યતરંગિણુ વગેરેના કર્તા આ શતાર્થિક સૂરિવરે સુમતિનાથ-ચરિત્રની પ્રશસ્તિના નિમ્નલિખિત પદ્ય દ્વારા શ્રીપાલના પુત્ર સિદ્ધપાલની વિદ્વત્તાદિની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી છે –
"सूनुस्तस्य कुमारपालनृपतिप्रीतेः पदं धीमता
मुत्तंसः कविचक्रमस्तकमणिः श्रीसिद्धपालोऽभवत् । यं व्यालोक्य परोपकारकरुणासौजन्यसत्यक्षमा
दाक्षिण्यैः कलितं कलौ कृतयुगारम्भो जनैर्मन्यते ॥"' જૈન મુનિએ જૈન ગૃહસ્થ કવિઓની સ્તુતિ કરી છે એટલું જ નહિ કિન્તુ અજૈન કવિઓના પણ ગુણગાન ગાયા છે એ જાણું ક સહૃદય હર્ષ નહિ પામે ?
ભગતવાડી, ભૂલેશ્વર, ને
મુંબઈ,
શ્રમણોપાસક હીરાલાલ રસિકદાસ કાપડિયા
૧ ગૌર્જર દેશીય મહામાત્ય વસ્તુપાલ, રાજપુરોહિત સોમેશ્વર, ઠાકુર અરિસિંહ પ્રમુખ ઉત્તમ ગૃહસ્થ કવિઓમાં આ ઉચ્ચ સ્થાને વિરાજે છે. એમના પુત્ર સિદ્ધપલ તથા પત્ર વિજ્યપાલ (દ્રૌપદીસ્વયંવરના કર્તા) પણ સાહિત્ય-ક્ષેત્રમાં અમર કીર્તિ સંપાદન કરી ગયા છે.
૨ કુમારપાલપ્રતિબોધની પ્રશસ્તિમાં પણ આવું એક પદ્ય છે. ૩ જુએ “શ્રીભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ'ના દ્વિતીય વિભાગની મારી પ્રસ્તાવના (પૃ. ૩૯).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org