________________
ગાથા-૨]
દેવાદિદ્રવ્યોની વ્યાખ્યા
આ વિષેની વિશેષ સમજ બૃહત્કલ્પ-સૂત્રના ભાષ્યમાંથી સમજવી
“તેથી, એ પ્રકારે પ્રભુ) પૂજાના તથા મુનિ) દાનના, એમ બન્નયના ફળરૂપે તે ત્રણેયના જન્મ ભોગરૂપ ફળોથી ભરેલા રાજકુળમાં થયા.
“અહો ! પૂજાનું કેટલું બધું માહાભ્ય છે? ૧” તથા
તપ અને નિયમો-વતો-એ કરીને મોક્ષ મળે છે, દાન કરીને ઉત્તમ ભોગો મળે છે, દેવપૂજાએ કરીને રાજ્ય મળે છે, અને અનશનપૂર્વકના મરણ કરીને ઇન્દ્રપણું મળે છે.” ૨
ત્યાર પછી“કેટલાક ભવો બાદ તે મૃગ બ્રાહ્મણ વગેરે (ત્રણેય) મોક્ષ પામ્યા છે.” જ (ઉપર જણાવ્યા) તે (કારણો) થી
જિનપૂજા કરતાં પહેલાં દેવની પૂજા કરવા માટે તૈયાર કરેલા પોતાના કેસર) ચંદનની વાટકીમાંથી બીજી વાટકીમાં અથવા પોતાની હથેલીમાં ચંદન જુદું લઈને, તેનાથી તિલક) ભૂષણ કરીને શ્રાવકે દેવપૂજા કરવી જોઈએ.
વળી,
પોતાના ઘરનો દીવો દેવના દર્શન કરવા માટે લાવવામાં આવેલો હોય, તો તે દીવો દેવનો દેવ દ્રવ્યરૂપ બની જતો નથી.
છે તથા,
દેવની આગળ ધરાવવાના નૈવેદ્ય લાવવા માટેના (ઘરના) વાસણો વગેરે દેવના (દ્રવ્યરૂપ) બની જતા નથી.
છે તથા,
કોઈએ જાવજીવ સુધીનો એવો નિયમ કર્યો હોય, કે “નવા અન્ન, પક્વાન્ન, નવાં ફળ વગેરે શ્રીદેવની આગળ ધરાવ્યા વિના અને મુનિ મહારાજશ્રીને વહોરાવ્યા વિના વાપરીશ નહીં.”
અને જો તેનું પાલન ન કરે, તો નિયમનો ભંગ થાય.
14 જેમાં નૈવેદ્ય વ. મૂકીને ધરવામાં આવે, તે વાસણો વગેરે (નૈવેધનું પાત્ર)
[આ ઉપલક્ષણાત્મક સમજવું. તેથી, એમ બીજી પણ અનેક ચીજો સમજી લેવાની હોય છે. વસ્તુ ભક્તિથી ધરવામાં આવે, તેના સહકારમાં જે હોય, તે વસ્તુઓ દેવદ્રવ્યાદિક રૂપે ન બને. એ ભાવાર્થ છે. સંપાદક).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org