________________
૧૫૬
“ધર્મને અનુસરતા નીતિ, ન્યાય, પ્રાથમિક સદાચારથી યુક્ત-અનુક્રમે ધંધાઓનું તંત્ર, રાજકીયતંત્ર, કામનિયંત્રક સામાજિકાદિ તંત્ર, એ જ હંમેશાં, (સાંસારિક) સજ્જનોએ આદરવા યોગ્ય હોય છે. “એથી જ
ધર્મથી અનિયંત્રિત (અધાર્મિક કે ધર્મના સંપ્રદાયથી નિરપેક્ષ સેક્યુલર ગણાતા) આર્થિક, રાજકીય અને સામાજિક તંત્રો ધર્મ-અર્થ-કામ અને મોક્ષ, એ ચારેય પુરુષાર્થના વિરોધી ગણી શકાય.
એ કારણે ધાર્મિક સજ્જનોએ તેને ઉપેક્ષા રાખવા યોગ્ય અને અગ્રહણ કરવા યોગ્ય સમજવા જોઈએ."
એ, સર્વના ધર્મ શાસ્ત્રોના ઉપદેશોનું તત્ત્વ નક્કી થાય છે. [અ-પુરુષાર્થરૂપ અર્થ અને કામમાં૧. માગનુસારીપણું યે ન હોય.
૨. અહિંસક સંસ્કૃતિના તત્ત્વથી યુક્ત પણ ન હોય, ૩. તે સુવ્યવહાર રૂપ-સારા વ્યવહારરૂપ પણ ન હોય, તેથી, તેમાં વ્યવહાર શુદ્ધિ ન હોય, અને તે ધર્મ મૂલક પણ ન હોય.
એટલે કે તે ધર્મના પાયા ઉપર નથી હોતા, અથવા-ધર્મની વૃદ્ધિમાં કારણભૂત પણ નથી હોતા, બાધક હોય છે.]
શ્રી રત્નશેખરસૂરિ મહારાજ વિરચિત વ્યવહાર શુદ્ધિપ્રકાશ નામના ગ્રંથમાં કહ્યા પ્રમાણે હોય, તેને વ્યવહાર શુદ્ધિ અહિં સમજવી.
પરંતુ, માત્ર આજીવિકાની પ્રાપ્તિ માટે ધન મેળવવા રૂપ વ્યવહાર શુદ્ધિ સમજવી નહિ.
(એટલે કે અહિં અર્થ પુરુષાર્થ રૂપ વ્યવહાર શુદ્ધિ સમજવી.)
જે અર્થ અને કામો ધર્મથી નિયંત્રિત હોય, તેને અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થ કહી શકાય છે. તે સિવાયના જે હોય, એટલે કે ધર્મ પુરુષાર્થથી અનિયંત્રિત હોય, તે માત્ર અર્થ અને કામ જ કહી શકાય.
પરંતુ તે બન્નેયને પુરુષાર્થપણે કહી શકાય નહીં.
અર્થ પુરુષાર્થ તે કહેવાય છે, કે જે દરેક ધંધાવાર નકકી થયેલી નીતિની સાથે જોડાયેલ હોય.
પ્રાથમિક સદાચાર યુક્ત ઈદ્રિયોના વિષયો ભોગવવાના હોય, તે માર્થાનુસારી કામ-તે કામપુરુષાર્થ.
તે સિવાય, જે માર્થાનુસારીપણાથી રહિત હોય અથવા ઉન્માગનુસારી હોય, તે માત્ર અર્થ અને કામ જ કહેવાય છે. પરંતુ, અર્થ અને કામ પુરુષાર્થ કહેવાતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org