________________
૧૫૫
ઃ ગાથા ૩૮ પેજ - ૮૯ :
વ્યવહારની શુદ્ધિ રાખવી, એ ધર્મનું મૂળ છે. માર્ગાનુસારીપણાના અર્થ પુરુષાર્થના મૂળ રૂપ જે વ્યવહાર શુદ્ધિ રાખવાની છે, તે વ્યવહાર શુદ્ધિ અહીં સમજવાની છે. આ વિષયનો શ્રી રત્નશેખરસૂરીશ્વરજી (શ્રાદ્ધવિધિના કર્તા) મહારાજનો ૨ચેલો-વ્યવહારશુદ્ધિ-પ્રકાશ નામનો ગ્રન્થ છે. તેમાં વ્યવહાર શુદ્ધિ સરસ રીતે સમજાવવામાં આવેલી છે. આ ગ્રંથ- શ્રી વર્ધમાન-સત્ય-નીતિ-હર્ષ-સૂરિ-જૈન-ગ્રન્થમાળા પુષ્પ નં. ૧૦- તરીકે શા. પિતાંબરદાસ મગનલાલ, શામળાની પોળ-અમદાવાદ વાળાએ ભાવનગર આનંદ પ્રેસમાં છપાવ્યો છે.]
અર્થ પુરુષાર્થના અંગરૂપે અર્થ પ્રાપ્તિને, વ્યવહાર શુદ્ધિથી અર્થ પ્રાપ્તિ કરી કહેવાય છે. ગમે તેમ કરીને- આજીવિકા મેળવવા માટે કરેલી અર્થ પ્રાપ્તિને વ્યવહાર શુદ્ધિ કહી શકાતી નથી. જે અર્થ અને કામ, ધર્મથી નિયંત્રિત-ધર્મપ્રધાન ધોરણોથી વાસિત-હોય, તે અર્થ અને કામને અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ કહેવામાં આવે છે.
તે સિવાયના અર્થ અને કામને માત્ર અર્થ અને કામ જ કહી શકાય છે, પરંતુ બન્નેયને પુરુષાર્થ તરીકે કહી શકાતા નથી..
અર્થ પુરુષાર્થની વ્યાખ્યા
તે તે પ્રકારના દરેક ધંધાને લગતા-ધર્મને લક્ષ્યમાં રાખીને-ધર્માનુકૂળ ખાસ ખાસ નિયમો-ધોરણો- વિગેરે- તે તે ધંધાની નીતિ કહેવાય. અને તે નીતિ પ્રમાણે વર્તન રાખીને તે તે ધંધા કરવા, અને અર્થ તંત્રને લગતા બીજાં પણ કાર્યો કરવા, તે અર્થ-પુરુષાર્થ કહેવાય છે.
કામ-પુરુષાર્થ તે કહેવાય છે, કે જેમાં માનુસારી (પણાથી પ્રારંભીને ઘટતો) યોગ્ય સંયમ વિગેરે સદાચાર જાળવી, ઇન્દ્રિયોના વિષયોનો ઉપભોગ કરવાનો હોય છે.
તે સિવાયના માત્ર અર્થ અને કામજ કહી શકાય. તે પણ માર્ગાનુસારી રહિતપણે હોય છે. તથા ઉન્માર્ગાનુસારીપણે ય હોઈ શકે છે.
(લોકોત્તર માનુસારી વ્યવહારના અંગ રૂપ અર્થ અને કામ હોઈ શકે છે. તથા લૌકિક માર્ગાનુસાર વ્યવહારના અંગ રૂપ પણ અર્થ અને કામ હોઈ શકે છે. ઉપરાંત, માર્ગાનુસારીપણાથી રહિત અને ઉન્માર્ગાનુસારી વ્યવહારપણે પણ તે બન્નેય હોઈ શકે છે.)
માટે પાછલના બેને પુરુષાર્થ તરીકે કહી શકાય નહિ.
ન્યાય રહિત રાજ્યતંત્ર, તે નામ માત્ર રાજ્યતંત્ર કહી શકાય. પરંતુ ન્યાયયુક્ત રાજ્યતંત્ર હોય, તે રાજ્યતંત્રનો જ અર્થ પુરુષાર્થમાં સમાવેશ થાય છે.
તે સાર્થક રાજ્યતંત્ર ગણાય છે. બીજું રાજ્ય તંત્ર જ ગણી શકાય નહિ. એટલા જ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org