________________
ગાથા-૬૭]
૭. દૃષ્ટાંતદ્વાર મહાકાળઆદિ કથા
ત્યાં, સંપ્રતિ અરિહંત ભગવાનનું દહેરાસર જોઈને, આવતા ભવનું ભાતું મેળવવા માટે આગમમાં કહેલી વિધિએ શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા કરતો હતો.
એ અવસરે, ત્યાં આવેલા, તેની પૂજાવિધિની કુશળતા જોઈને વિસ્મય પામેલા ધરણેદ્રદેવે બહાર આવેલા રાજાને બધું પૂછ્યું. રાજાએ પોતાનો (ઝંપાપાતથી મરવાનો) વિચાર જણાવ્યો. તેથી ધરણેન્દ્રે તેનું બાળ (અસમાધિથી થવાનું) મૃત્યુ રોકીને, તેના પુત્રોના પૂર્વભવની વાત રાજાને કહી.
“પૂર્વભવોમાં
૧૩૪
૧. તારા પહેલા પુત્રના જીવે ચોર જાતિના ભવમાં તીર્થયાત્રાના સંઘને લૂંટ્યો હતો, અને સાધુ મહારાજને મારી નાંખ્યા હતા.
૨. બીજા પુત્રના જીવે ક્ષત્રિય જાતિના ભવમાં પોતાની સ્ત્રીને મારી નાંખી હતી. ૩. ત્રીજા પુત્રના જીવે વણિક જાતિના ભવમાં તત્ત્વની નિંદા કરી હતી. ૪. ચોથા પુત્રના જીવે બ્રાહ્મણ જાતિના ભવમાં દેવદ્રવ્ય અને ગુરુદ્રવ્યની ચોરી કરી હતી.
ત્યાર પછી, દુર્ગંતમાં ઘણા ભવો સુધી ભમીને અકામ નિર્જરાના બળથી કેટલાંક કર્મો તો ખપાવ્યાં હતાં. અનુક્રમે તે ચારેય જીવો તમારા પુત્રો થયા છે. બાકી રહેલા કર્મના ઉદયથી આ પ્રમાણે પાપનું ફળ પામ્યા છે. અને તેના સંબંધથી તમને પણ એનું ફળ મળ્યું છે. આથી, પુત્રોની સાથે તમે પણ આ તીર્થની સેવા કરો. તેના જળથી સ્નાન કરીને, રોજ જિનપ્રતિમાઓની પૂજા કરો ને પિંડસ્થ વગેરે ધ્યાનમાં તત્પર રહો.
ઉત્તમ સાધુઓની યથાશક્તિ ભક્તિથી પ્રતિલાભ મેળવો.
આ વગેરે પ્રકારોથી ત્રણ તત્ત્વ (દૈવ, ગુરુ અને ધર્મ)ની આરાધનાએ કરીને, દુષ્ટ કર્મોનો ક્ષય કરીને, ફરીથી રાજ્ય મેળવશો, અને તે વખતે સાધર્મિકપણાથી હું સહાય કરીશ.” એમ કહીને, ધરશેંદ્ર પોતાને સ્થાને ગયા.
6. ત્યાં-શ્રી સિદ્ધાચળ ગિરિ ઉપર.
7.
8.
[પાપ યુક્ત આત્માના સંસર્ગથી તેની સોબત કરનારોયે તેનું કાંઈક પણ ફળ પામે છે.] [પિંડસ્થ ધ્યાન=પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત, એ ચારેય પણ ધર્મ ધ્યાનના ભેદ છે. તેમાં પિંડસ્થ ધ્યાન પહેલું છે.
પિંડમાં=શરીરમાં
કમળ વગેરે સ્વરૂપનું ચિંતન કરીને તે તે પ્રદેશોમાં ખાસ ધ્યાનથી સ્થિર રહેવામાં આવે, તે પિંડસ્થ ધ્યાન.
વિશેષ સ્વરૂપ-ધ્યાન શતક, ધ્યાન ચોપાઈ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત યોગશાસ્ત્ર, અને શુભચન્દ્રાચાર્ય વિરચિત જ્ઞાનાર્ણવ વગેરે ગ્રંથોમાંથી સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org