________________
ગાથા-૨૯-૩૦] ૫. દોષકાર – રૂદ્રદત્ત-કથા
૮૦ ઉદ્યાનપાલકે એ હકીકત વિજ્ઞપ્તિપૂર્વક રાજાને જણાવી. તેથી મહોત્સવપૂર્વક રાજા ત્યાં ગયા, વિધિપૂર્વક વંદના કરી, યોગ્ય સ્થાને બેઠા. શ્રી કેવળી ભગવંતે ધર્મદિશના આપી.
ધમદશના પૂરી થયા પછી, રાજાએ પોતાના પૂર્વભવનું ચરિત્ર પૂછ્યું. પછી, સુ-પ્રતિષ્ઠ કેવળી ભગવંતે અંધકવૃષ્ણિ રાજાને કહ્યું કે“ભરત ક્ષેત્રમાં અયોધ્યા નગરીમાં અનંતવીર્ય નામે રાજા હતો.
તે નગરમાં સુરેન્દ્રદત્ત નામે વણિક-શ્રાવક રહેતા હતા. જે સમ્યત્વ ગુણ યુક્ત હતા. રોજ દશ દિનારોથી, આઠમને દિવસે બમણી દિનારોથી, ચૌદશને દિવસે ચો-ગણી દીનારોથી અને અઠ્ઠાઈ વગેરેમાં તેથી પણ વધારે દીનારોથી જિનેશ્વર ભગવંતોની પૂજા કરે છે. અને દાન-શીલ વગેરેની ઉત્તમ ટેવો ધરાવે છે. જેથી, સર્વત્ર આબરૂદાર તરીકે પ્રતિષ્ઠિત થયેલ છે.
એક દિવસે શેઠે પૂજા માટે બાર વરસ સુધી વાપરી શકાય તેટલું ધન પોતાના પ્રિય મિત્ર રૂદ્રદત્ત નામના બ્રાહ્મણને આપીને, જળમાર્ગે દેશાંતર ગયા. તે બ્રાહ્મણે જુગાર વગેરે વ્યસનોથી અંગત ઉપયોગમાં તે ધન વાપરી નાંખી (ચોરોની) પલ્લીમાં દાખલ થયો.
કોઈ એક દિવસે તેમાંથી નીકળીને ગાયોનું ધણ લઈ જતાં કોટવાલે તેને બાણોથી ઘાયલ કર્યો, ને તે મરી ગયો. અને તે કર્મના પ્રભાવથી સંવેધ કરીને એટલે કે સાતમી વગેરે નરકમાં અને આંતરે આંતરે મત્સ્ય વગેરે તિર્યંચના ભવોમાં ભમ્યો.
તેના ભવોના સંવેધનો કોઠો નીચે પ્રમાણે છે - નારકગતિ
તિર્યંચગતિ | રજો ભવ | ૭ મી નારક | ૩ો ભવ | મન્ચ ૪થો ભવ | ૬ઠ્ઠી નારક | પમો ભવ | સિંહ
ઠ્ઠો ભવ | પમી નારક | ૭મો ભવ | સાપ ૮મો ભવ | ૪થી નારક ! ૯મો ભવ | વાઘ ૧૦મો ભવ ૩જી નારક | ૧૧મો ભવ ગરુડાદિ ૧૨મો ભવ ! રજી નારક ! ૧૩મો ભવ ભુજપરિસર્પ
૧૪મો ૧લી નારક | ૧૫મો ભવ મનુષ્ય 6. (“અત્યાદિ તિર્યંચ ભવોમાં” એવા અર્થનો પાઠ ઠીક લાગે છે.) 7. (“ગરુડ” એવો પાઠ સંભવે છે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org