________________
ચૈત્યવંદન પહેલા સમજવા યોગ્ય વાતો
ભાઈઓએ પોતાના ખેસના છેડે રહેલ દશીથી અને બહેનોએ પોતાની સુયોગ્ય રેશમી સાડીના છેડેથી ત્રણવાર ભૂમિનું પ્રમાર્જન કરવું જોઈએ. ૦ ચૈત્યવંદન શરુ કરતા પહેલા દ્રવ્યપૂજાના ત્યાગ સ્વરૂપ ત્રીજી નિસીહિ ત્રણ વાર બોલવી. આ નિશીહિ બોલ્યા પછી પાટલા પર કરેલ અક્ષતાદિ દ્રવ્યપૂજા સાથે સંબંધ રહેતો નથી. તેથી તે પાટલાને સાચવવું કે રક્ષણ કરવું કે આંગળીઓથી સરખું કર્યા કરવું ઈત્યાદિ કરવાથી નિરીતિનો ભંગ થાય. ઈરિયાવહિયં” ની શરૂઆત કર્યા પછી પચ્ચકખાણ ન લેવાય કે ન દેવાય અને વચ્ચેથી ઉભા થઈને પક્ષાલા આદિ દ્રવ્ય પૂજા કરવા પણ ન જવાય. ચૈત્યવંદન પૂર્ણ થયા પછી પ્રભુજીને સ્પર્શ કરવા ગભારા આદિમાં પણ ન જવાય. કદાચ ચૈત્યવંદન કર્યા પછી પક્ષાલ આદિ દ્રવ્ય પૂજા કરવાની ખૂબ જ ભાવના હોય તો ફરિવાર તે પક્ષાલ આદિ કરેલ પ્રભુજીને અનુક્રમ પ્રમાણે અંગઅગ્ર-ભાવ પૂજા કરવી જરુરી જાણવી.
(૮૫)
an Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org