________________
• વીરવલય-બાજાબંધ-નવશેર સોનાનો હાર, મુગટ
આદિ અલંકારો પહેરવાં. સ્ત્રીઓએ પણ સોળે શણગાર સજીને રુમાલ સહિત ચાર વસ્ત્ર પહેરીને પ્રભુ પાસે આવવું. • સ્ત્રીઓએ સુયોગ્ય આર્ય મર્યાદાને શોભે, તેવા વસ્ત્રો પહેરવાં. મસ્તક હંમેશાં ઢાંકેલું રાખવું. સ્ત્રીઓએ પૂજાનો રુમાલ નાનો રાખવાના બદલે સ્કાર્ફ જેવડો મોટો ચોરસ રૂમાલ રાખવો. • પુરુષોએ પૂજામાં સિલાઈ વગરનાં - અખંડ –
અતિસ્વચ્છ-નિર્મળ બે જ વસ્ત્ર વાપરવાં. પૂજાનાં વસ્ત્ર થી નાક, પસીનો, મેલ આદિ અશુચિ
સાફ કરવાનું કામ ન કરાય. • પૂજાનાં વસ્ત્રો ફક્ત પૂજા માટે વપરાય, સામાયિક
આદિ માટે ન વપરાય. • પૂજાનાં વસ્ત્રો રોજે રોજ સ્વચ્છ નિર્મળ પાણીથી
ધોવા જોઈએ. ધોયા વગર બીજા દિવસે ના પહેરાય. પૂજાના વસ્ત્રોમાં કાંઈ પણ ખવાય કે પીવાય નહિ અને અશુચિકર્મ લઘુનીતિ આદિ પણ ન કરાય. થઈ જાય તો. પૂજામાં ન પહેરાય.
Jain ducatio
૨૪ Private-Doc
al
Www.jainelibrary.org