________________
સ્નાન કરું છું, એવો વિચાર કરવો. આ ક્રિયા ફક્ત એક જ વાર કરવી. પછી થોડા - સ્વચ્છ-સુગંધિત દ્રવ્યોથી મિશ્રિત નિર્મળ સચિત જલથી સ્નાન કરવું.
સ્નાનમાં વપરાયેલ પાણી ગટર આદિમાં ન જવું જોઈએ. સ્નાન કર્યા પછી અતિસ્વચ્છ ટુવાલથી શરીર લૂંછવું. (મૂળ વિધિ અનુસાર સ્નાન પછી શરીર લૂછવાની વિધિ નથી, ફક્ત પાણી નિતારવાનું હોય છે).
પૂજાનાં પડાં પહેરતી વખતે રાખવા યોગ્ય સાવધાની
• દશાંગાદિ ધૂપથી સુવાસિત શુદ્ધ રેશમનાં પૂજાના વસ્ત્રો
સ્વચ્છ ગરમશાલ ઉપર ઉભા રહીને પહેરવાં જોઈએ. ધોતીયું પહેરતી વખતે ગાંઠ ન મારવી જોઈએ. સુયોગ્ય ભાગ્યશાળી પાસે શિખી લેવું.
ધોતીયામાં આગળ-પાછળ પાટલી વ્યવસ્થિત કરવી અને અધોઅંગ (કમરની નીચેનો ભાગ) પૂર્ણ ઢંકાય તેમ પહેરવું.
• ધોતીયા ઉપર સુવર્ણ ચાંદી કે પીત્તળ-ત્રાબાંનો નકશી કામવાળો કંદોરો અવશ્ય પહેરવો.
-
Jain Education International or Private & Resonanse www.gamemorary.org