________________
પાટલા પર અક્ષત-નૈવેદ્ય-ફુલ પૂજા (તે વિસ્તારપૂર્વક મધ્યાહ્નકાલની પૂજા વિધિમાં જણાવેલ છે) કરવી. ત્રણવાર ભૂમિ પ્રમાર્જના કરી “ત્રીજી-નિસીહિ' બોલવી પછી ઈરિયાવહિયં કરીને ચૈત્યવંદન કરીને પચ્ચકખાણ લેવું.
જિનાલયથી ઉપાશ્રયે જઈને પૂજ્ય ગુરૂભગવંતોને ગુરૂવંદન કરી પચ્ચકખાણ ગ્રહણ કરવું. ગોચરી-પાણી વહોરવા પધારવા વિનંતિ કરી ગુરૂભગવંતને પૂંઠ ન પડે, તેમ ઉપાશ્રયથી નિર્ગમન કરવું. | (રાઈ-પ્રતિક્રમણ કરતાં પહેલા દેરાસરે ન જવાય. દેરાસરે જઈને આવ્યા પછી રાઈ-પ્રતિક્રમણ ન થાય. પ્રાત:કાળની પૂજાનો સમય અરૂણોદયથી ૧૨-૦૦ ક્લાક સુધી)
(૨) મધ્યાહ્નકાળની પૂજા : આ ભવના પાપનો નાશ કરે. જિનપૂજા વિધિમાં વિગતવાર વર્ણન સાથે બતાવેલા
અષ્ટપ્રકારી પૂજા જાણવી. આ પૂજા મધ્યાહ્નકાળના ભોજન | પહેલા પુરિમકૃપચ્ચકખાણની આસપાસ કરવાનું વિધાન છે.
(૩) સાયંકાળની પૂજા: ૭ ભવના પાપનો નાશ કરે.
સાંજ વાળુ પતાવીને અથવા પાણી ચૂકવીને સ્વચ્છ વસ્ત્ર પહેરવા. એક ચાંદી/પીતળની થાળીમાં ધૂપીયું + ધૂપસળી અને ફાણસ સાથે દીપક લઈને જિનાલયે જવું. ‘નિસીહિ' બોલી પ્રવેશ કરવો. પ્રભુજીના મુખદર્શન થતાં
Jan Education Inteling
Private cele na Usemi wwjainelibrary.org