________________
આપવી. મૂળનાયક પ્રભુજી સન્મુખ આવતા ભાવવાહી (એકી સંખ્યામાં) સ્તુતિઓ બોલવી.
પ્રભુજીના દર્શન ન થાય તેવા સ્થળે જઈ વાસચૂર્ણ (ક્ષેપ) વાટકીમાં લઈ આઠ-પડવાળો મુખકોશ બાંધવો. પોતાના વસ્ત્રના સ્પર્શથી અશુદ્ધ થયેલી બન્ને હથેળી સ્વચ્છ પાણીથી શુદ્ધ કરી ગભારા પાસે આવવું. બન્ને હાથમાં ફક્ત વાસચૂર્ણની વાટકી અને થાળી લઈને ગભારામાં પ્રવેશ કરતાં ‘બીજી નિસ્સીહિ' બોલવી.
પ્રભુજીના પબાસન થી દૂર અને યથાયોગ્ય આંતરે રહી અંગુઠો + અનામિકા( = પૂજાની આંગળી)ની ચપટીમાં વાસચૂર્ણ લઈ પ્રભુજીને સ્પર્શ કર્યા વગર (પૂજાના વસ્ત્ર હોય તો પણ) અધ્ધરથી બહુમાન ભાવપૂર્વક નવ અંગે ખૂબ શાંતિથી પૂજા કરવી. વાસચૂર્ણ પૂજા કરતા પહેલા કે પછી પ્રભુજીના અંગે ચઢેલ વાસચૂર્ણ (ક્ષેપ) પોતાના હાથે લઈને મસ્તકે નાખવાથી પ્રભુજીની ઘોર આશાતના લાગે. | વાસચૂર્ણ - પૂજા કરી પ્રભુજીને પૂંઠ ન પડે, તેમ ગભારાની બહાર આવીને પુરૂષોએ + બહેનોએ પ્રભુજીની ડાભી તરફ ઉભા રહી ધૂપ પૂજા ધૂપસળી સ્થીર રાખીને કરવી. પછી પુરૂષોએ જમણી અને બહેનોએ ડાબી તરફ ઉભા રહીને દીપક પૂજા કરવી.
Jain Educati
ona
www.jainelibra svog