________________
પ૭
મ. મેં. ૮ શ્રી કુમારપાળ રાસ. કાલા કાન નઈ કાલા નેમ, કાલા પાસ પરિ સહુને પ્રેમ; શ્રી મુનિસુવ્રત નઈ મલ્લિનાથ, સામલવણું સબલા પૂજાત. ૧૫ કીકી નયણાં વેણુ જેહ, કાલઈ વરણુિં ભઈ તેહ; અરિષ્ટ રન બહુ કાલાં હોય, કાલાં જલ યમુનાનાં જેય. ૧૬ કાલી કસૂરી અંગિ ઠવઈ, કાલી કોયલ મધુરૂં લવઈ; કાલાં મરી જગિ કહી જેહ, ધોલા કપૂર નઈ રાખઈ તેહ. ૧૭ ધુલા બગલા બગલી ભમઈ, ધુલા ભૂતીઆ નર નવિ ગમઈ; ધુલો માણસ રેગઈ થાય, ગોરપણાનો મહિમાય. ૧૮ એણે વચને ગોરી કલક્ષી, બઈડી રહઇ ભુંડી સામલી; લિહાલા સરિખું તાહરૂં રૂપ, સરસું વાદ કરઈ સું ફૂપ. ૧૯ રૂપ વિના કરતી અભિમાન, કાલા કાગ નઈ કુણ દિઈ ભાન; બઈઠી રહઈ તું તાહરઈ ડાય, તું ગેરીને નખ ન પિસાય. ૨૦ ગેરૂં અછઈ ગંગાનું નીર, ગેરૂં સુવિધિનાથ સરીર; શ્રીચંદ્રપ્રભુ ગોરા સહી, જેહની કીરતી જગમાં રહી. ૨૧ ગેારા હંસ નઈ ગોરા ચંદ, ગોરા ગજ રાજાય ગયંદ; ગોરાં મૃગ જીમણાં ઉતર્યા, સુકન ભલા નર આવઈ ભર્યા. ૨૨ ઉજલ ચમર કમલ ગજ દંત, ઉજલ મેતિ અતિ સદંત; પુષ્ક કપૂર દક્ષણાવર્ત સંખ, જે લખી આપઈજ અસંખ. ૨૩ રૂપું ચંદન ચીવર જેહ, ઉજલ ચુંને દિઇ રંગ તેહ; દુધ દહી વૃત ઉજલ સાર, જમતાં દેહ દીપઈ નિરધાર. ૨૪
કવિત્ત
ધીઈ વાધઈ વાન. કાનપણિ સરૂ આ થાય; આખિ વાધઈ તેજ, ખરજને ખોડે જાઈ;
જરા ન વ્યાપઈ અંગ, રંગ તન ધાત ન ધૂજઈ ૧ યુગયુગ. ૨ ઘરિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org