________________
મ. મ. ૮
શ્રી કુમારપાળ રાસ.
વેણ, વંસ, વેશ્યાના વાસ, વિપ્ર વ્યાસ ગાય ગુણરાસ; વહુરા, વાણઆ વરૂ વખારી, વ્યાપારી વડ ગામિ મઝારિ. ૧૫ વૈદ વાસના વિસ્તવ ઘણા, વિશ્રામ કામ તે રહવા તણું; વર્ણ અઢાર તણે તિહાં વાસ, વૃષભ જૂત અનોપમ ખાસ. ૧૬ વિનુ મૂરતિ અનઈ વેદીઆ, વેષધારી નઈ બહુ વરતી; વિચિત્ર લેક વિવહારી વસઈવિવહાર ચૂકતે નવિ ચૂકઈ કઈ ૧૭ વયણ શુદ્ધ નઈ વિધાર્વત, વણકર તણે ન લાભઈ અત; વસન, દાન, શીલ, તપધણું, વિચિત્રાઈ વડા તણું. ૧૮ વાજી, વહઈલ અનઈ વીજણ, વાનર, વાઘ રાય અંગણિ ઘણું; વિદ્યુમ, વૃક્ષ નઈ નિર્મલ કવારિ, છાંટઈ રાજાને દરબારિ. ૧૮ વાત્ર વાલા લક બહુ મિલઈ, વ્યાકરણ વચને નવિ ખલઈ વઈરાગીનું કરૂં વખાણ, વસઈ લોક પરંવેદન જાણ ૨૦ વિવિધ વસ્ત ઝાઝા છતાં મલઇ, નરસમુદ્ર પાટણ કુણુ કલઈ, ઉદધી આભ મળ્યા જે જાઈ તો પાટણન સંખ્યા થાઈ ૨૧ એકવાર એક સ્ત્રી ભરતાર, જેવા પાટણને વિસ્તાર; સાંઝઈ સાથઈ ચેહુટઈ ચઢયા, કર્મ સંગે ભૂલાં પડયાં. ૨૨ રેતી રડવડતી સા નારિ, પુહુતી ભૂપતી ભુવન મઝારી; ગઈ તિહાં વિનવિઓ રાય. કામિની ભાંખઈ કમ કથાય. ૨૩ સ્વામી તાહર નગર મઝારિ, ભૂલાં પડયાં અલ્પે નર નારિ , સંધ્યા સ્વામી પણિ નવિ જડ, વણિગ રત્ન જીમ સાયર પો. ૨૪ સ્વામી નામિણું રાણે એહ ડાબી આંખઈ કોણે તેહ; એણઈ ઈધાણે મુઝ ભરતાર, રાય કરે મુજ નરની સાર. ૨૫
૪ વાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org