________________
ફડે કરતે મમ કહિશ ભેલા. સમ મમ ખાઇશ ઝાઝા, પરધૂતીને પિંડ જે ભરતા, નહિ પરમારથે તાજા. બદલી વસ્તુ મ આપીશ કોને, છેતરતાં છેતરાઈશ, દૂધ બીલાડીને દૃષ્ટાંતે, મસ્તક બંધું ખાઈશ. દેવ ગુરૂ ધર્મ તણું સમ મૂકે, સત્યને ચીલ રાખે, ભેલ સંભેલ મ કરજે વહેં, કાંઈક સાચું નાખે. ખેલે માથું મૂકયું જેણે, તેહશું મ કરીશ કુડું, ધર્મિ પુરૂષને જો તું વંચિશ, તેણે લાભે તું બૂડે. દેવ ગુરૂ ઠાકુર મમ વેચે, ચોથો પુરૂષ સંહાલ, જે કઈ મરણ વિમાસે હઈએ, તો મમ વંચે બાલે.
પટુ મન થાઈશ ભાઈ, નવિ પૂરેવિ સાખે, સમ મમ ખાજે ઘીજ તજે જે, એ શીખામણ રાખો. વણજ વ્યવહાર કરી મેં માંડી, રૂડે દુર્મતિ છાંડી, અષભ કહે હિતશિક્ષા સુણે જે, તમ શિર દેવની ડાંડી.
–હિતશિક્ષા રાસ. . ૭૭–૭૮. ૪૩. વાણિયાને વિશેષ શિખામણ પછી આપે છે – થયું વસ્તુનું આકરૂં જ્યારે, ઘણું ત્રગણું વેચે ત્યારે, અતિ ઝાઝું ત્યાંહિ ન જાણે, ગયાં કરિયાણ ન વખાણે. પાસિંગ કાટલાં હીણું જે, ખાધી ડાંડીયૅ ટાલી તેહ, રસ-ભેલ ને વસ્તુને ભેલ, તજે તેને સાંઇશું મેલ. કુડે કરો ને ખાતા લંચ, અતિ બહુ સેવતા મંચ, નાણું ખોટું ને સાટું ભાંજે, લેઈ શાઈ ને મોટું માંજે. ગ્રાહક પરના નવિ ભાંજીજે, વાણી–ફેર તે કિમહિ ન કીજે, અંધારે વસ્તુ ન દીજે, અક્ષરના ભેદ ન કીજે. પરવચના જે બહુ પેરે, ઉત્તમ કરતા એક મેરે, કરી માયા ને વંચે જેહ, જગમાંહિ વંચાવે તેહ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org