________________
વાચક કુશલલાભ વિરચિતશ્રીસ્તંભનકપાર્શ્વનાથસ્તવનમ. પ્રભુ પ્રણમુ રે પાસજિસર થંભણુ,
ગુણ ગાવા રે મુજ મને ઊલટ અતિ ઘણ3; ન્યાની વિણ રે એહની આદિ ન કે લહઈ, તેઊ પણ રે ગીતારથ ગુરૂ ઈમ કહઈ;
છંદ, ઈમ કહઈ શાસ્ત્ર તણુઈ પ્રમાણુઈ, રામ દશરથનનઈ, બંધિવા પાજઈ સીત કાજ, સમુદ્ર તટિ એકિણ વનઇ; તિહાં રહ્યા બંધવ રામ લખમણ, સાથિ સેના અતિ ઘણી, પ્રાસાદ એક ઉત્તર તરણ, વન થાપના જિનવર તણી. ૧ તિહાં મૂરતિ રે મૂલ ગંભારઈ પાસની,
મન વંછિત રે આસ્થા પૂરઈ આસની; તે રાજા રે દિનપ્રતિ પૂજા સાચવઈ,
કર જોડી રે બે બંધવ ઈમ વીનવઈ; વનવઈ સ્વામી તુમ પ્રાસાદ, જલધિ જલ થંભઈ કિમઈ, તુ પાજ બાંધુ લંક સાધુ, ઈમ કહી પ્રભુ પય નમઈ; બહુ પૂજ કરતાં ધ્યાન ધરતાં, સાત માસ થયા જિસઈ, નવ દિવસ અધિકા થયા ઊપરિ, જલધિ જલ થંક્યું તિસઈ. ૨ એ અતિસય રે અચરિજ પિખી પ્રભુ તણુ,
તિણિ કારણ રે નામ દિયુ તલુ થંભણુ જલ ઊપરિ રે પાજ કરઈ પાથર તણી,
ગઢ લંકા રે સાધવા સીતા ભણી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org