________________
વાચક કુશલલાભ વિરચિત.
આનંદ કાવ્ય
(કામાઉવાચ):--
પ્રીઉં પરદેસઈ નીપજઈ, દંતા મંમ્બિ સમાઈ જિણે દીઠઈ પ્રી રંજિયઈ સે તું મેલે માય. ૨૫ (માધવાચ) – ઉત્તર-કાજલ (દાંતે ઘસવાની મસી).
(૧) * પ્રિય પર દિપાઈ. (૨) * માહિ. * ણિ (૩) * સે મુજ મુકે. – * ણિ
+ અર્થ – હે માતુશ્રો ! જે પરદેશમાં ઉત્પન્ન થાય છે અને મને પ્રીય હેઈ દાંતમાં સમાય છે અને જેને દેખતાં પ્રીય મનુષ્ય ખુશી થાય છે તે તું મને મોકલજે. ર૫૯
x નોટ:–આ દુહાનો જવાબ સર્વ પ્રતિમાં કાજળ લખેલે છે તેથી તે અત્રે કાયમ રહેવા દીધો છે. પરંતુ અક્ષરાર્થ અને ભાવાર્થ તપાસતાં દાંતે ઘસવાની મશીજ સંભવે છે. કર્તાએ જેસલમેરમાં રહી આ કૃતિ બનાવી છે તેથી એમ સમજાય છે કે તે પ્રદેશમાં મશી બનતી નહિ હોય તેથી પરદેશમાં ઉત્પન્ન થતી બતાવી છે–તથા મશીને રંગ શ્યામ છે, તે મારવાડની સ્ત્રીઓને શ્યામ રંગથી દાંત રંગવાના વધારે પ્રીય હોવા જોઈએ એમ અનુમાનાય છે. વર્તમાનમાં પણ મારવાડી સ્ત્રીઓમાં શ્યામ રંગે દાંત રંગવાને કાંઈક વિશેષ પ્રથા જણાય છે અને ત્યાંના વતનીઓની લેક ભાવનામાં સ્ત્રીઓના શ્યામ દાંત વધુ પ્રશંસાપાત્ર થતા હોવા જોઈએ તેથી સ્ત્રીએ પિતાના પતિની પ્રસનતા માટે મશી પિતાને વધુ ઇષ્ટ જણાવી છે. અત્રે કાજળ–મેશ અર્થ તે તદન અસંગત છે કારણ કે તેને દાંત સાથે કાંઈ સંબંધ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org