________________
૧૯૬ સુધીના અંકમાં) પ્રસિદ્ધ કર્યું છે. તે ટીકા અને સમજણ અત્રે છપાએલી ટીકા અને સમજણ કરતાં વિશેષ ઉપયોગી છે, અને તેથી આ પુનરાવૃત્તિની જરૂર સમજાતી નથી. માત્ર રા. મોહનલાલ દેશાઈ કહે છે તેમ એ પ્રસિદ્ધિથી “જે કાંઈ લાભ થાય છે તે એ કે તે એક પુસ્તકાકારે પ્રકટ થયું છે. ” ખરી રીતે તે આ કાવ્ય તેમજ બીજાં કાવ્ય માટે માત્ર પાઠાંતર બતાવીજ પ્રસિદ્ધ કર્તાઓએ સંતોષ માનવાનો નથી, પરંતુ તેને સટીક બનાવવા જોઈએ [critically edit કરવાં જોઈએ શબ્દાર્થ આપવો જોઈએ. જે એ બધી ક્રિયાઓ તેને સંબંધે કરવામાં આવે તેજ એ “મૌક્તિકે ની ઉપયોગીતા, એની કીંમત, એનું “પાણી ” વધે. બાકી કેવળ text છાપવાથી તે કાવ્ય લોકપ્રિય તો નહિ જ થાય. જૈન સાધુઓ સાધુત્વ સંપૂર્ણ અંશે પાળવા છતાં સંસારનું જ્ઞાન સંસારીઓને પણ કુદી જાય એવા ઉંડા પ્રકારનું બતાવે છે. કુશલલાભની શૃંગારરસની જમાવટ એ માહીતીની એક સાબિતી છે. વેશ્યાની રહેણી કરણી, વેશ્યાના આચાર વિચાર, વગેરેનું પ્રકરણ જાણે અંગત માહીતીનું પ્રતિબિંબ હોય એમ લાગે છે, જોકે વિશેષ વિચાર કરતાં એમ જણાશે કે એ બધા વિષયોનું ઝીણામાં ઝીણી તફસીલ સાથેનું વિવેચન સંસ્કૃત ગ્રંથમાં મળી આવે છે, અને કવિએ માત્ર તેનું અનુકરણ કીધેલું, તેનો આધાર લીધેલ.
શ્રી સ્તંભનક પાર્શ્વનાથ-સ્તવનમ એ એક ધાર્મિક સ્તવન વિષયક નાનું સરખું કાવ્ય છે.
પંડિત જયવિજય વિરચિત શુકનશાસ્ત્ર ચોપાઈ, એને અલબત્ત કાવ્યના શાસ્ત્ર સાથે કાંઈ લેવા દેવા નથી. જૂના વખતથી યૂરોપમાં અને એશીઆમાં–શુકનો લાભ લેકે લેતા આવ્યા છે. અસલની રામન અને ગ્રીક પ્રજાએ શુકનને માનતી. આપણા પૂર્વજો પણ માનતા, અને એ વિષય પર તેમણે ઘણું ગ્રંથો લખ્યા છે, એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org