________________
૧૮૯
દેખાડતી તેજહીનતા (shade) બરાબર સમજાવાનાં નહિ, ઢાલની એક બાજુ અત્યાર સુધી જોવામાં આવતી, હવે બે બાજુ જેવી પડે છે ને પડશે. એ બીજી બાજુ જોવાનાં સાધન આનંદકાવ્ય મહોદધિનાં મૈતિક પૂરાં પાડે છે અને તેટલે દરજે તે ઘણી કીમતી મદદ કરે છે, એ નિ:સંશય છે.
સાતમા મિકિતકના કવિઓના સમયની, તેમના જીવનની, તેમની કૃતિઓની માહીતી રા. મેહનલાલ દલીચંદ દેશાઈએ પિતાના નિવેદનમાં આપી છે. એ લેખ ઘણું મહેનત અને કાળજીથી તેમજ ઘણું સંશોધનબાદ એમણે તૈયાર કર્યો છે, તેની સાબિતી લીટીએ લીટી એ દેખાઈ આવે છે. એ વિસ્તારપૂર્વક લખાએલા લેખને લીધે ઉપઘાત લખનારની મહેનત ઘણે દરજજે ઓછી થઈ છે; પ્રસ્તુત કવિઓને લગતી લગભ" સંપૂર્ણ માહીતી એમાંથી મળી આવશે. મારૂઢાલાના આ મૈતિકમાં પ્રસિદ્ધ થએલા પ્રબંધથી એમને અસંતોષ છે, અને તે સકારણ છે. હાલની પ્રત એમને મૂળ–અસલ–ખરી લાગતી નથી, મુખ્ય કારણ એ છે. એક તે કવિ પિતે કહે છે કે એના કાવ્યમાં સાતસે કડીને સમાવેશ થાય છે; ગાહા સાતસોને પરમાણ, દુહા ચપઈ જાસ વષાણ ”
હેલા મારવણીની કથા, ચોપાઈ, કડી ૩૪: જ્યારે હાલ પ્રસિદ્ધ થએલી પ્રતિમાં માત્ર ૨૩૮ જ કડી છે. વળી હાલની નકલમાં ઠેકઠેકાણે ગદ્ય ભાગ જોવામાં આવે છે, પરંતુ કુશલાલે તે માત્ર પદ્યજ લખેલું, એટલે એ ભાગ પ્રક્ષિપ્તજ હવે જોઈએ. પરંતુ સંતોષની વાત માત્ર એટલી જ છે કે રા. મેહનલાલ દેશાઈને એ સાતસે કડીવાળી પ્રતિ મળી આવી છે, અને ભવિષ્યમાં પિોતે તે પ્રસિદ્ધ કરવાનું (આ સંસ્થા દ્વારા ) માથે લે છે, એટલું જ નહિ પણ તેની “સુંદરતા તથા હૃદયંગમતાને ખ્યાલ આવી શકે' તેવું વિસ્તૃત વિવેચન પણ તેને જોડવા માગે છે, એટલે જ્યાં સુધી તે પ્રતિ છપાઈ બહાર ન પડે ત્યાં સુધી આ અપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org