________________
એ કે તે સંબંધી કૃતિ તે કઈ જૈનેતર લેખકનીજ છે, અને અંતે કોઈ અપ્રસિદ્ધ લેખ એવો નિકળી પડે કે જે કોઈ સમર્થ જેનલેખકને હાથે લખાયે હેય. માધવાનલ કામકંદલાની લોકકથાનો પ્રથમ પ્રબંધ ભરૂચ પાસે આમેદના કાયસ્થ કવિ નરસી સુત ગણપતિએ સંવત ૧૫૭૪ માં બનાવે, અને જ્યાં સુધી આ જૈનકૃતિ પ્રસિદ્ધિમાં નહિ આવેલી ત્યાં સુધી માત્ર એ લકથા સંબધે એ એકજ ગ્રંથ લખાએલો સમજાતે. જાના ગુજરાતી સાહિત્યના બંધારણમાં તથા તેના વિકાસમાં બ્રાહ્મણ, વાણીઆ, શ્રાવક અને જૈન સાધુઓએ મુખ્ય ભાગ લીધેલ છે, એટલે કે જેનેતર તેમજ જન એ બંને કેમોએ સાહિત્યને ખીલવવામાં મદદ કરી છે. એ બેમાંથી એકજ કેમે એવો દાવો કરે કે એ સાહિત્ય હમારા વડેજ જીવતું રહ્યું છે તે કેવળ પ્રમાદ છે. જૂના ગુજરાતી સાહિત્યનો સિલસિલાબંધ, સબંધ (connected) ઇતિહાસ લખવો હોય તે જૈનેથી જેતરની કૃતિ તરફ અને જેનેતરથી જૈનોની કૃતિ તરફ દુર્લક્ષ થઈ શકે નહિ. અમુક વિષય સંબંધે બંને કોમોએ એકજ નદીના મૂળમાંથી પાણી લીધેલું; એટલેકે સંસ્કૃત ગ્રંથપર આધાર રાખેલે; અમુક બાબતમાં વિચારની પરસ્પર આપ લે થએલી,(they acted and reacted on each other ) એટલે ખરા ઇતિહાસની રચનામાં તે એ બંને કામની કૃતિની આલેચ થવી જોઈએ. ખરું જોતાં તે વખત એવે આવી લાગે છે કે જૂના ગુજરાતી સાહિત્યનું ખરું ભાન કરાવવા માટે સાહિત્યમાં રસ લેતા અભ્યાસિને જેટલું જૈનેતર વર્ગના આચાર, વિચાર અને ધર્મનું જ્ઞાન હોવું જોઈએ તેટલું જ જેનોને આચાર, વિચાર તથા ધર્મનું હોવું જોઈએ. એ પરિચય આવશ્યક છે, એ ન હોય તે દ્રષ્ટિબિંદુ ખાટું રહેવાનું (the perspective would be false), અને સાહિત્યના ચિત્રપર પડતું તેજ, (light) અથવા તેને ઢાંકતી, ઝાંખું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org