________________
(૧૬) સમયની વચમાં કેટલેક વૃત્તાંત આપે છે, અને જે કે જુદી જુદી પ્રતમાં થેડી ઘણું વાતમાં તથા ભાષામાં ફેર હોય છે તે પણ મુખ્ય મુદાઓ તે એકજ છે. આ વાર્તા ઉપર કહ્યા પ્રમાણે હિંદુસ્તાનમાં મુખ્ય ભાષાઓમાં ઉતારેલી છે. હિંદીમાં શાલિગ્રામવિજયનું બનાવેલું માધવાનળ કામકંદલા નાટક છે. મરાઠીમાં પણ મી. ભાંડારનું કામકંદલાનું નાટક છે. ગુજરાતીમાં માધવાનલ કામકંદલા દેગ્ધક (દુહા પ્રબંધ) તથા માધવાનલ કામકંલ્લા રાસ મળી આવેલા છે. ગુજરાતીમાં સંસ્કૃત કથાનો અનુવાદ મૂળ સાથે આત્મારામ પ્રેમજીએ ૧૮૮૯ માં છપાવે છે. પ્રથમ પ્રબંધ આમ્રપદ્ર (આમોદના) કાયસ્થ કવિ નરસાસુત ગણપતિએ સં. ૧૫૭૪ માં બનાવે છે. એ ગ્રંથના આઠ અંગ છે અને તેમાં ૨૫૦ ૦ દુહા છે. ૧૮ મા શતકમાં થયેલા શામળભદ્રની વાર્તાઓ પ્રસિદ્ધ છે. પરંતુ ૧૬ મા શતકમાં હિંદુ લેખકની આ લોકકથા વિશેષ આહલાદજનક છે. કવિની વર્ણન કરવાની ચાતુરી સારી છે, ૧૬ મા શતકના ઘણા ખરા મળેલા ગ્રંથ ધાર્મિક છે. પરંતુ આ લેકકથાના ગ્રંથમાંથી લૌકિક બાબત ઘણી જાણવાની મળી આવે તેમ છે. માધવને પુષ્પાવતીમાં કાઢી મુકવાને મહાજન રાજા પાસે જાય છે તેનું કવિએ સારું વર્ણન કર્યું છે, અને તેથી તે વખતના ધંધા વગેરેનું સારું ભાન થાય છે. માધવ અમરાવતી છેડીને ઉજજયની જાય છે ત્યાં રસ્તામાં આવતી વનસ્પતિ ફલ ફૂલનું પણું વર્ણન કવિએ આબેહુબ કર્યું છે. આમાં ઘણાં અપભ્રંશ શબ્દો વપરાયેલા છે, તથા મુગ્ધાવબોધની ભાષાનાં કેટલાંક રૂપ ટકી રહેલાં છે તેથી ભાષાશાસ્ત્રીને આમાંથી સારો ખોરાક મળશે. વિશેષ તે એ છે કે પ્રતીક સંવત ૧૬૯૩ માં લખાયેલ છે તથા પ્રાય: શુદ્ધ છે. આદિ.
કુયર કમલા રતિરમણ મયણ મહાભડ નામ પંકજ પંજી પથકમલ પ્રથમજી કરૂં પ્રણામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org