________________
(૧૧૬)
બીજા મતે–સંપ્રદાયે સાથે વાદ વિવાદ કરવામાં અત્યંત રસવા હતું. તેમના આવા સ્વભાવને લીધે તેઓ જેમ પિતાના અનેક પ્રશંસની પ્રીતિ મેળવી શકયા હતા તેમ અનેકની અપ્રતિના પણ ભાજન થયા હતા. બીજા મત અને સંપ્રદાયો તે તેમના પ્રતિ વિરોધભાવવાળા હોય તેમાં શું આશ્ચર્ય; પણ સ્વસંપ્રદાયને પણ કેટલાક વિશિષ્ટ ભાગ તેમને સખ્ત વિરોધી હતે. ખુદ ગચ્છાધિપતિ બણ કેટલીકવાર તેમની પ્રકૃતિ અને કૃતિથી ખેદ પામતા હતા. અનેકવાર તેમને ઉપાલંભ અપાયું અને ફરીવાર તેમ ન બને તેટલા માટે હિતવચને કહેવાણા. જેમ તેમના રચેલા કેટલાક ગ્રંથોની સ્વયં ગચ્છાધિપતિએ બહુ પ્રશંસા કરી છે તેમ કેટલાક ગ્રંથને જલશરણ પણ કરવા પડ્યાં છે ! [ તેમની સાથે સંબંધ ધરાવનાર ઈતિહાસ ઘણા વિસ્તૃત પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. તેમની અનુલ અને પ્રતિકૂલ બંને બાજુએ લખાયલા ઘણાક ઉલેખ ગ્રંથ અને છુટક નિબંધ -પ્રબંધે માં મળી આવે છે. તેમને જેવા, એકંદર રીતે સમર્થ સાધુપુરૂષના જીવનની સમગ્ર સામગ્રી એકત્ર કરી જનસમાજની સન્મુખ મૂકવાની ખાસ આવશ્યકતા છે ?
પણ આટલું તે જણાય છે કે ધર્મસાગર કે જેઓ ઘણા વિદ્વાન પણ ઉગ્ર સ્વભાવી હતા તેમણે તપગચ્છ સિવાય અન્ય ગચ્છના ઉપર અનેક હુમલવાળા ગ્રંથ ને વિરોધી પ્રરૂપણ કર્યા જ કરી, તેથી આખા વેતામ્બર તપગચ્છીય સંપ્રદાયમાં બહુ ઝગડા થયા-કુસંપને અંગે તડ પડયાં. તપગચ્છાચાર્ય હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિએ બીજા ગછ સાથેના મહા વિગ્રહ ઉત્પન્ન થવાના સંપૂર્ણ સંભવનો વિચાર કરી ધર્મ સાગર સામે વિરોધ દાખવ્યો. ત્યારપછીના વિજયદેવસૂરિ અમુક વખતે ધર્મસાગરમાં ભળ્યા એટલે તપગચ્છની અંદરજ ઝગડાએ તીવ્ર સ્વરૂપ પકડ્યું. આ સર્વ વાત ઝીણવટથી મુનિશ્રી વિદ્યાવિજયજીએ ઐતિહાસિક રાસ સંગ્રહ ભાગ ૪ થામાં આપેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org