________________
(૧૧૪) વૃત્તિ રચી છે કે જે સ્તુતિપર સિદ્ધિચંદ્રમણિએ પણ ૨૨૦ લોકમાં તે સમયમાં જ-યુગમાંજ વૃત્તિ રચી છે અને જે સ્તુતિ તે વૃતિ તથા બીજી અવયુરિ સહિત કાવ્યમાલાના સાતમગુચ્છકમાં મુક્તિ થયેલી છે). એક પંડિત જયવિજયે સંવત ૧૬૭૭ માં ૩પ૩૨ લેકમાં કલ્પસૂત્રપર કલ્પદીપિકા નામની ટીકા રચી છે કે જે ટીકા ૧ભાવવિજયજીએ શોધી છે. આ બને તેમજ એક ત્રીજા જયવિજય એક છે કે ભિન્ન તે હવે પછી ચર્ચાશું.
ગુરૂ પરંપરા.
જયવિજયના ગુરૂ દેવવિજય કોણ હતા અને તેમના ગુરૂ પરંપરા શું હતી તેમાં ઉતરતાં નીચલે ઇતિહાસ મળી આવે છે –
૧ ભાવવિજયજી–તે વિમલહર્ષ ઉપાધ્યાયના શિષ્ય મુનિવિમલના શિષ્ય હતા. તેમણે સં. ૧૬૮૯ માં ઉત્તરાચયન સૂત્ર પર વૃત્તિ રોહિણી નામના નગરમાં રચી પૂર્ણ કરી. (કે જેમાં તેના સતીચ્ચે વિજયહર્ષે સહાય કરી હતી. આ શ્રી વલ્લભવિજય સૂરિના પ્રયાસથી પ્રકાશિત થઈ ગઈ છે.) ભાષામાં તેમણે સં. ૧૬૯૬ માં ચાનનિરૂપણ ચેપઈ રચી છે ને બીજું સ્તવનાદિ કર્યો છે. જુઓ જૈન ગૂર્જર કવિઓ નં. ૫૫૩. તેઓ સમર્થ વિદ્વાન હોવાથી બીજ વિદ્વાને પિતાની કૃતિઓ તેમની પાસે શેઘાવતા. તેમણે જયવિજયની કલ્પદીપિકાનું સંશોધન કરવા ઉપરાંત વિનયવિજય ઉપાધ્યાયે સં. ૧૬૯૬ માં રચેલી કલ્પસૂત્ર પરનીજ ટીકા નામે સુબોધિકા શેધી હતી અને તેજ વિનયવિજયને સ. ૧૭૦૮ માં જૂનાગઢમાં પુરે કરેલ મહાગ્રંથ નામે લોકપ્રકાશ પણ શેધી આપ્યો હતો કે જેમાં છેવટે તે વાત આ રીતે આપી છે કે –
ઉત્તરાચયન વૃત્તિકાર: સુષ્ઠ ભાવવિજયાખ્યવાચક: | સર્વ શાસ્ત્ર નિપુણ ચુંથાગમ, ગ્રંથ એષ સમાધિ સંઘર્મ: .
આ ભાવવિજયે વિજયાણંદ સૂરિનેજ ગપતિ સ્વીકારેલ છે. જુઓ તેની ઉ૦વૃત્તિની પ્રશસ્તિ.
તેમણે સ. ૧૭૦૮ માં વિજયાદશમીને દિને વિદ્યાપુર-વીજાપુરમાં રહી ચંપકમાલા કથા સંસ્કૃતમાં રચી છે (પ્રત્ર આત્માનંદ સભા.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org