SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭ ધારી શરૂ કરી. આ વાતની પ્રતીતિ કરાવવા (કલ્યાણુમંદિર નામનું) સ્તવન ત્યાંજ રચી બોલતાં રૂદ્રનું બિબ ફાટયું ને તેમાંથી પાર્શ્વનાથની મૂર્તિ પ્રકટ થઈ. આથી વિક્રમ પ્રતિબોધ પામે. (આ વાત વિક્રમાંક ચરિતમાંથી લીધી છે), સાથે ગયું તીર્થ (અવંતિસુકુમારપ્રાસાદ) વાળ્યું–બંને સરત પૂરી થઈ–બાર વર્ષની અવધ ગઈ એટલે આચાર્ય ગચ્છમાં પુનઃસ્થાપિત થયા. વળી એક વખતે સિદ્ધસેન બીજે સ્થળે જઈ આવી ઉજ્જયિનીમાં ફરી પધાર્યા. તેમનું નામ “સર્વજ્ઞપુત્ર” પડયું હતું, પ્રવેશોત્સવ થતી વખતે વિક્રમ રાજા ફરવા જતા હતા ત્યાં સામા ગુરૂને દેખી “સર્વપુત્ર તરીકે ખાત્રી કરવા મનમાંજ વંદના કરી એટલે આચાર્યજીએ ધર્મલાભ આપે. આથી રાજાએ આનંદિત થઈ એક કોટિ સુવર્ણ આપવા જણાવ્યું, નિષ્કચન જન સાધુ કંચન નજ સ્વીકારે એટલે રાજાએ જિન પ્રાસાદ કરાવવા સંઘને તે દ્રવ્ય આપ્યું, અને તે બાબતની વિગત પ્રધાને રાજની વહીમાં નોંધી. ત્યાર પછી સભામાં રાજાએ આચાર્યને બોલાવી સત્કાર કર્યો. આચાર્યું તે વખતે જે કલેક રચી કહ્યા તેથી રાજા અતિસંતુષ્ટ થશે. પહેલા ની કદરમાં ઉજેણી નગરી આપી, બીજે સાંભળીને ઘડા હાથી રત્ન સુવર્ણ અને મહેલ આપ્યાં, ત્રીજાની કિંમત તરીકે પિતાનાં અંગાભણ કાઢી આપ્યાં. ચેથાની બદલીમાં ચામર છત્ર, પાંચમાથી આખું રાજ્ય અને છઠ્ઠા અને સાતમાના યુગ્મ થી રાજાએ પોતાની પાસે દેવાનું કંઈ નથી એટલે આચાર્યે કહ્યું કે શુદ્ધ સમ્યકત્વ અંગીકરવાથી અનૃણ થવાશે. સમ્યકત્વ શું તે કહી બતાવ્યું તેથી રાજાએ તે સ્વીકાર્યું. શંકાદિક દૂષણ જેવી રીતે અહીં (ઉ. લીમાં) થયેલા બિબરાજાએ તજ્યાં હતાં તેવી રીતે તજવાથી સમ્યકત્વ સચવાશે એમ આચાર્ય જણાવતાં તે રાજાનું વૃત્તાંત સાંભળવાની વિક્રમરાજાની ઈચ્છા આચાર્ય તૃપ્ત કરી. આડકથા, બિંબ નામને રાજા ઉજેણિમાં પૂર્વે થશે. તેને બિંબ નામની પટ રાણી હતી. તેની સેવામાં શદ્ર નામનો મહાસુભટ હતે. એક વખતે એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy