________________
દૂર ફેક. આ જોઈ તેના ઉત્તરરૂપે કુમારે કેડપરથી પછેડી છોડીને તેના ઉભા બે કડકા ફાડીને આગળ નાખી દીધી. છેવટે કુમારીએ ફરીથી ચુંક્યું ત્યારે કુમારે મસ્તકથી સોપારી લઈને ફેંકી. આમ ગૂઢ પ્રશ્નોત્તરી અરસ્પરસ એક બીજાએ કરી મનના અંતરભાવ જાણી લીધા. કુમારી કુમાર પાસે આવી પગે પડી અને તેનું સ્વાગત કરવા લાગી. આજ તેણીને જન્મ સફળ થયે–મનન ઘણું વખતથી ધારેલા મનોરથો ફળ્યા-પૂર્વભવને સ્નેહી ચતુર સ્વામી મળે.
કુમારીએ તેના શરીરને તેલમર્દન કરી, સુગંધી નીરથી નવરાવી, શીતળ ચંદન ચર્ચા તેની સાથે ગાંધર્વવિવાહથી લગ્ન કર્યો. પછી મિષ્ટાન્ન અરસ્પરસ જમાડી પાનબીડાં લઈ પાટીવાળા પલંગપરની તળાઈ પર સુગંધી વાતાવરણમાં રહી પ્રીતિથી બંને કરવાં લાગ્યા. એક બીજાનાં નામ જાણે એક બીજા સમશ્યા કરી ઉકેલવા લાગ્યા. પછી વિલાસ કરવાની ક્રીડા ચાલી. (આ વિલાસાનંદનું વર્ણન કવિએ શૃંગારરસથી પૂર્ણ કર્યું છે તે છલકાતું, અને મને હર છે.) મીઠાં મધુરાં વચને સુધામય માની બંનેએ પીધાં પણ વાત તે એકે થઈ નહિ– ઘણીવાત અધૂરી રહી. પ્રભાત થવામાં વાર નથી એટલે રજા લેવાનો સમય આવ્યું. વિયોગ અસહ્ય હતો છતાં ટા પડયા વગર છૂટક નહોતે. બને તેમ વહેલાં મળવા અને હૃદયની વાત કોઈને ન કહેવા બંનેએ નિર્ધાર કર્યો. કુમારે રડતી બાળાનાં આંસુ લૂછી રજા લીધી. ઘેર આવ્યું ત્યાં તેની સ્ત્રી રૂપસુંદરી વાટ જોતી હતી. તેને જણાવી દીધું કે મિત્રમંદિર કામ લેવાથી પિતે ત્યાં રોકાયો હતે. આંખમાં ઉઘ હતી એટલે ઘેર સૂઈ રહ્યા. આવામાં નૃપસેવકોએ તે શેઠના લધુસુતની આ વાત રાજાને સવિસ્તર જણાવી દીધી.
ખેઠ ૫–સવારે રાજાએ પ્રધાનને ધનદત્ત શેઠના ચારે પુત્રને સ્વતઃ જઈ બેલાવવા આજ્ઞા કરી. પ્રધાન આવતાં શેઠે આદર સત્કાર કરી બેસાડયા. રાજાનું તેડું આવ્યું જાણું વાણેતર સમસ્યામાં સમજી ગયા, બેચાર ચોટામાં ગયા. વાણુઆએ હડતાળ પાડી અને મહાજન બધું ભેગું થયું, (અત્ર મહાજનમાં દેસી મહાજન, નાણાવટી મહાજન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org