SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ આખરે ખબર મળી કે વેશ્યા ઘેર બને બંધાયા એટલે પોતે પુરૂષવેશ ધારણ કરી વિકમરાજાને પિતે સેવક છે એવા ઢંગમાં વેશ્યાને લોકની સમક્ષ પાસાની રમત રમાડી. ત્રીજે દાવ થયા પહેલાં તેણે પાસે રાખેલા એક ઉંદરને છૂટો મૂકો કે બિલાડી ધડ દઈને દી મૂકી દઈને ઉદર પાછળ દેડી ગઈ. વેસ્યા મહાત થઈ. બંધાયેલા બધાને છોડાવી બંનેને સાથે લઈ અવંતિપુરિ તરફ આવવા પ્રયાણ કર્યું. તે નગરી પાસે આવી કે પિતે તે એક રાજસેવક છે તેથી વેશ્યાપર જે છત થઈ છે તે કુમારેજ કરી છે એવું પ્રસિદ્ધ થવું એગ્ય છે એમ કહી પિતાને કંઈ કામ છે એ મિષે તેમની પાસેથી જવાની રજા લીધી. બંને નગરીમાં જઈ રાજા વિક્રમને મળ્યા. વિક્રમચરિત્રની વેશ્યાપરની છતની ખ્યાતિ બધે પ્રસરી. કુમારી મનમેહના સુરંગદ્વારા ભોંયરામાં આવી સમય ગાળવા લાગી. પૂરે દહાડે પુત્રને પ્રસવ થયે એટલે દાસીએ વિક્રમરાજાને વાત કરી. રાજા ક્રોધાયમાન થઈ કુમારીને કુલખ પણ કહી નિંદવા લાગ્યા. કુમારીએ સ્પષ્ટ સમજાવી દીધું કે પિતે પિતાની પ્રતિજ્ઞા અક્ષરશ: પાળી છે અને એ સિદ્ધ કરવા કુમાર વિક્રમચરિત્રને બેલા પછી પૂર્વ વૃત્તાંત સંભળાવ્યો કે ધુર માંડી ગિનીશું પ્રીત, તેહના પિતાતણી ધરી ભીતિ, ચંદપુરી વન લેઈ ગયા, તેની કિંપિ ન આણી દયા. એકલડી મહેલી વનમાંહિ, નગરીમાંહિ ગયા ઉછાહિં દૂધારી ઘર પીધો દૂધ, વાસો રહ્યા વિવાહ ત્યાં કીધ. બહુ પ્રેમે દૂધારી વરી, તેહશું રમત ઘણુ નિશિ કરી, પ્રભાતે પહતા વેશ્યાવાસ, તું સુધાં તિણે પાયા પાસ. તિહાંથી કુણે મુકાવ્યા દેવ, તે અહિનાણ કહે સવિ દેવ, વળિ મુદ્રિકા આગળ ધરી, વડા રાય એ વહૂનાં ચરી. સર્વ એધાણ સહિત બધી વાત મળતી આવી એટલે વિકમરાય હેરત પામી ગયે. સ્ત્રીચરિત્રની બધા કરતાં જબરાઈ છે એ નિશ્ચય થયું. “વહૂ’ને તેના પતિ સાથે આનંદ સહિત સુખ ભોગવવાની આશીષ રાજાએ આપી. દંપતી સરખી વય, સરખે સંયોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy