SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં હિંદુ લોક પિતગણુ તમ કરવા મુંડન અને પિંડદાન કરે છે. ત્યાં એક ધર્મશાળા છે. કાર્તિક સુદ ૧૩-૧૪ ને દિને અહીં મેટ મેળો ભરાય છે. અહીંથી જરા દૂર કાલભૈરવનું મંદિર છે અને પાસે સરકારી સેન્ટ્રલ જેલ છે.) અહીં વિક્રમ રાજા રાજ્ય કરતા હતા. તે રાજાની વિખ્યાતિ પરદુઃખભંજન” તરીકે સર્વત્ર ફેલાયેલી હતી. ત્યાં મહાજનમાં મુખ્ય એવા ધનદશેઠને ધનસુંદરી નામની ભાર્યાથી ત્રણ પુત્ર થયેલા. તેમાં જ્યેષ્ઠ પુત્રનું રૂપદેવ, વચલાનું ગુણદેવ અને કનિકનું ગુણચંદ્ર એ નામ હતું. પિતાએ આ ત્રણેને રૂપ અને ગુણથી ભરેલી કન્યાઓ પરણવી. ત્યાર પછી ચોથા પુત્ર આપણું ચરિત્રના નાયક રૂપચંદ્રને જન્મ થયે ખેડ ૨–જન્મોત્સવ ઘણા ઉત્સાહથી સમસ્ત નગરને નોતરી કર્યો અને પાંચ વર્ષની ઉમરે નિશાળે વિદ્યાગ્રહણ અર્થે રૂપચંદ્રને મેકલ્યા. ત્યાં લેખન, વાચન, સાહિત્ય-શબ્દશાસ્ત્ર, વ્યાકરણનામમાળા, કાવ્યમાં ચંપૂ, નૈષધ, નાટક-શકુંતલા, સુમુરારિ, શાક, કર્પરમંજરી, શૃંગારમાં અમરુશતક, તક, ન્યાય, પિંગલ, છ ભાષા, અઢાર લીપિ, ગણિતમાં લીલાવતી વગેરેનું શિક્ષણ લીધું. [ અહીં કહેવું જોઈએ કે વિક્રમ રાજા પછી થયેલા હર્ષકૃત નૈષધ, કપૅરમંજરી (રાજશેખરકૃત), અમરુશતક વગેરેને અભ્યાસ વિક્રમરાજાના સમચમાં મૂકેલા નાયકને કરાવવો એ anachronism-સમયવિરોધ છે. ભણગણું કળા મેળવી યુવાન એટલે પિતાએ ઘણુ ઉત્સવથી રૂપસુંદરી નામની કન્યા સાથે રૂપચંદને પરણાવ્યા ખંડ ૩–વિક્રમ રાજાને એક માંડલિક રાજા કનોજનગરીને રાજ ગુણચંદ હતો તેને અનેક રાણમાંની મુખ્ય પટ્ટરાણું ગુણસેનાથી થયેલી સેહગ (સૈભાગ્ય) સુંદરી નામની કન્યા હતી. આ માંડલિક એકદા સહકટુંબ ઉજેણીમાં આવી રહ્યું. પુત્રીને માટે જુદે આવાસ હતો અને ત્યાં તે પિતાની સોળે સખી સહિત ક્રીડા કરતી હતી. એવામાં એકદા કેઈ નારીના રૂદનને અવાજ સાંભળતાં તે રાજકન્યાએ તે શામાટે રૂએ છે તેની તપાસ પિતાની દાસી મારફત કરાવી, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy