SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસિદ્ધકર્તાએ જાહેર ઘણું સમયથી કર્યું છે. મને પ્રભાવતી પર કર્તાની એક નાની સઝાય મળી આવી છે. તેમાં છેવટે એવું જણાવ્યું છે કે “બધિબીજ વિમલ તિમ અનુદન પ્રભાવતિ જિનભક્તિ કવિ, નયસુંદર સતત ગુણ ગાવતિ, પાવતિ પુણ્યનિચય તિણિ ખેવિ-૬.” - આ ઉપરાંત સંસ્કૃતમાં સારસ્વત વ્યાકરણપર વૃત્તિ રચનાર નયસુંદર નામક કર્તા છે તે કદાચ આ હૈયે. કવિનો પરિચય-ગુરૂ પરંપરા, કર્તાને પરિચય ઉપરોક્ત કૃતિઓની પ્રશસ્તિઓ એક બીજા સાથે મિલાવી તેની મીમાંસા કરતાં જે થઈ શકે તેમ છે તે બીજી હકીકત સહિત અત્ર નિવેદન કરવામાં આવે છે. કર્તા પિતે ચંદ્રગચ્છના તપાગચ્છના વૃદ્ધ તપાગચ્છની પરંપરામાં ઉતરી આવેલા છે. વૃદ્ધ તપાગચ્છના સ્થાપક જગચંદ્ર સૂરિના શિષ્ય વિજયચંદ્રસુરિ છે અને વૃદ્ધ તપાગચ્છ એ મૂલ તપગચ્છની શાખા છે કે જે તપગચ્છના સ્થાપક તે જગચંદ્રસૂરિ છે. જગચંદ્રસૂરિ એ ચૈત્ર(વાલ) ગીય દેવભદ્ર સૂરિના શિષ્ય અને ચિત્ર-(વાલ) ગચ્છના સ્થાપક ધનેશ્વરસૂરિ. આ ધનેશ્વરસૂરિ ચંદ્રગચ્છમાં એક મહાન આચાર્ય થઈ ગયા છે. તેમણે ચિત્રપુર (હાલના ચિતડ)માં સાતશે દિગંબર જેનેને પ્રતિબોધ્યા અને ચિત્રપુરમાં મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા કરી. તેમણે સ્થાપેલા ગચ્છનું નામ તે ચિત્રપુર ગામમાં થયેલો તે પરથી ચિત્ર(ચત્રવાલ) ગચ્છ પડયું. તેમના શિષ્ય ભુવનચંદ્ર (ભુવને) સૂરિ અને તેના શિષ્ય દેવભદ્રસૂરિ થયા. તેમના ત્રણ શિષ્યઃ-તેમાં પ્રથમ જગચંદ્રસૂરિ થયા ૨ ચંદ્રગચ્છ–સ્થાપક ચંદ્ર નામના આચાર્ય કે જે વીરાત ૬૨૦ ની આસપાસ થયા. ૩ જગચંદ્ર સૂરિ–તે તપગચ્છની પટ્ટાવલિમાંના વિરપ્રભુથી ૪૩ મા સોમપ્રભસૂરિની પાટે ૪૪ મા થયા. પટ્ટાવલિમાં જણાવ્યું છે કે – મુનિ સમુદાયને ક્રિયાશિથિલ જાણું ગુરૂની આજ્ઞાથી વૈરાગ્ય રસમાં સમુદ્રરૂપ ચત્રગીય થી દેવભદ્રપાધ્યાયની સહાય લઈને ક્રિ થામાં ઉગ્રતા વાપરવાથી “હીરલા જગચંદ્રસૂરિએ પ્રસિદ્ધ નામ પડયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy