SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરેલો નૈમેષી દૂતત્વને પરિણામ જાણવાને વાટ જોઈ રહ્યો હતે. તેને અથઇતિ સમાચાર કહ્યા. સંતે ખાઈને એ ઈન્દ્રની પાસે ગયે. બીજે દિવસે સ્વયંવરના મંડપની રચના અદ્ભૂત બની હતી. દેશદેશના રાજાઓ બિરાજમાન થયા હતા. નળ પણ પોતે ત્યાં આવ્યું. નળની સાથે જ નળના જેવાં રૂપ ધારણ કરીને ચારે દેવ ત્યાં આવ્યા. ઇંદ્રાદિક દેવ આવ્યા એટલે બીજા ઘણા દેવે પણ ત્યાં આવ્યા. બધા દેવો અને રાજાઓનાં કુળ-પરાક્રમ વગેરે કોણ કહેશે એવી ભીમરાજાને ચિંતા થતાં ઈંદ્રની ઈચ્છાથી દેવી સરસ્વતી ત્યાં હાજર થઈ ગયાં. તેણે એક પછી એક દેવોનાં ચરિત્ર વગેરે કહી સંભળાવ્યું. દમયંતી સાંભળીને ચાલે એટલે સરસ્વતી બીજાની આગળ ઉભાં રહે. દે અંતરિક્ષ રહેનારા અને અનિમેષ હોય છે એ નિશાનીથી હું ખરા નળને ખેળી કાઢીશ એ દમયંતીએ સંકલ્પ કર્યો હતે. આખરે તેણે ખરા નળને વરમાળા આપી અને જય જયકાર થઈ રહ્યું ! હ્રદ રાજાઓએ તકરાર કરવાનું મન કર્યું, પણ ઇ કેપ કરીને શાપ આપ્યો કે જે કોઈ નળદમયંતીનું મનથી પણ અહિત ઈચ્છશે તેનું માથું ફાટી જઈને તે તુરત મરણ પામશે. દેવોએ નળને વરદાન આપ્યાં અને સ્વર્ગે સિધાવ્યા. કુંડીનપુરાધીયે નળદમયંતીનું લગ્ન બહુ ધામધૂમથી કર્યું. નળ પિતાની નવેઢાને લઈને પિતાને નગર ગયે. રસ્તામાં કાયોત્સર્ગ કરતા તાપસને દીઠા. તાપસ ઉગ્ર તપે જલીને પિતાનાં કર્મોનું છેદન કરતા હતા. પૂર્વે દમયંતી રાણી હાઈ ચોવીસે તીર્થકરાની મૂર્તિઓને એણે રત્નતિલક નેહપૂર્વક ચઢયાં હતાં. એ પૂર્ણ કરીને આ જન્મમાં એના ભાલમાં સ્વાભાવિક ચંદ્રમાં હતું એ વૃત્તાંત એ તાપસે કહ્યું. આમ વનલીલા જોતાં જોતાં એ પિતાની રાજધાનીમાં પહોચ્યાં. આ તરફ સ્વયંવરમાંથી પાછા ફરતા દેને કલિને ભેટ થે. મનુષ્ય દમયંતીને પરણે અને દેવ નિર્મુખ જાય એ સાંભળી કલિ ઘણે ગુસ્સે થયે. એણે એ યુગલને હેરાન કરવાને પ્રતિજ્ઞા લીધી. દેવોએ એને વાર્યો પણ એ એકને બે થયે નહિ. છેવટે પ્રતિજ્ઞા કરી કે ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy