________________
રહણ પુત્ર હુએ જેહને, પુત્ર પુરંદર છે તેહને;
સહિજે પુત્ર તેહને સુકમાલ, તેહને નાનજી બુદ્ધિવિશાલ. ૬ સોને તાસ હુએ દીકરે, તેહને કરમસી બે ખરે;
તેહને ડાહ્યાલો તસતસે, મહીરાજ વળી તેહને ગણો. ૭ તસ કુળે હુએ સઘસિંહ, દેવચંદ તસ રાખે લીહ;
રાજધર પુત્ર હુઓ નર જેહ, અઠ્ઠાવીસમી પેઢી તેહ. ૮ ગાજણ પુત્ર હુઓ તસવણે, વિમલતણે જગ મહિમા ઘણે,
તેહને પુત્ર હુએ આસપાલ, રંગે પુત્ર તસ રૂપ વિશાલ, ૯ સાજણ પુત્ર તસ કુળમાં ઓ, તેત્રીસમે પાટે તે જુઓ,
પછે હુઓ તસ રેહે પુત્ર, તિણે વધાર્યું ઘરનું સૂત્ર. ૧૦ શામલ પુત્ર હુઓ તસ સાર, ધરમ ભેદ આરાધ્યા ચાર,
સાગર સુત તેહને સુકમાળ, જિન પૂજે તે ત્રણેયે કાળ. ૧૧ તાસ પુત્ર એ જગવિખ્યાત, સાડત્રીસમી પેઢીયે થાત;
નામેંઆસગ અમૃતવાણિ, તેહને દેવશી ગુણની ખાણિ, ૧ર બાહડ પુત્ર હુઓ જગ તામ, દેઈ દન તિણું રાખ્યું નામ;
દામે પુત્ર હુઆ જગસાર, ગુપતિદાનતણે દાતાર. ૧૩ તારા પુત્ર કુંઅરે ગંભીર, બહિતાલીસમી પેઢી ઍહીર,
અજુઆક્યાં પૂરવ પરિય, રણસિંહ લગે યશ તે બોલાય. ૧૪ એ સહુ હીરતણે મહિમાય, ઉત્તમ એકથી બહુ પૂજાય;
એક ચંદ્ર ઊગ્યે જેટલે, તારા કેટી દીપે તેટલે. ૧૫ એક ઈદ્ર આવે સુરમાંહિ, સભાતિ કરે બહુ ત્યાહિં, | મુનિવરમાંહિં પટેધર એક, દેખી પુરૂષ બહુ કરેં વિવેક. ૧૬ ચકી એક પૃથવી સાર, ઘણી નારી કરે શણગાર;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org