________________
(૫૯)
હવે હું ધારું છું કે, સાતમા, આઠમા અને નવમા પ્રશ્નનું નિરાકરણ કરી વાચક મહાશયને કંટાળો દૂર કરૂં. જે મહાશયોએ પ્રાકૃતભાષાની અને અપભ્રંશ ભાષાની સેવા કરી તેના સાહિત્યમાં અનેક ગુણ વૃદ્ધિ કરી છે તે મહાશને (કાર્યકારણના અભેદને આશ્રી) આપણા મૂળ પદાર્થના રક્ષક અને પિષક તરીકે હું લેખું છું. પછી ભલે તે જૈન હોય કે જૈનેતર હોય તો પણ મારે એટલું તે જણાવવું જોઇએ કે, જૈનેતર મહાશયોએ ઉપલા કાર્યમાં ઘણું ઓછું કર્યું છે ત્યારે જૈન ઋષિઓએ એ બન્ને ભાષાના સાહિત્યના વિકાસને પિતાનું જીવનકાર્ય ગયું છે. જૈનોના ધર્મગ્રંથ પણ પ્રાકૃત ભાષામાં જ ગુંથાયા છે. માટે રક્ષક તથા પિષક તરીકેનું માન તે જૈનેને જ ઘટે છે એમ એક અવાજે નિષ્પક્ષ પુરૂષ કબૂલ કરે એ આશ્ચર્યવાળું નથી. આઠમો પ્રશ્ન તે સ્પષ્ટત્તર જ છે અને નવમા પ્રશ્નને ઉત્તર પણ ભાષાતત્વવિશારદોને સ્પષ્ટ જ છે. માટે તે બન્ને માટે કાંઈ ન લખવું તે જ ઉચિત ધાર્યું છે. સાક્ષરે! લખવું તે ઘણું ઓછું હતું, પણ મિત શબ્દોમાં લખવાની ટેવ ન હોવાથી લખાણ ઘણું લાબું થયું છે તો પણ મને આશા છે કે, મારી ક્ષુદ્ર સેવાથી સાક્ષરે સંતુષ્ટ થઈ આ લખાણને વાંચતાં કંટાળો ન લાવી મને ફરી વાર પણ સેવકત્વ સોંપવામાં પગભર થશે. આ આખા નિબંધનું રહસ્ય આ છે કે, ગુજરાતી કઈ મૂળ ભાષા નથી પણ પ્રાચીન ભાષાઓના વિકારના પરિણામ પે તે છે. ગુજરાતી ભાષાના શાબ્દિક ઈતિહાસની સંપ્રાપ્તિ માટે વિશેષે કરી પ્રાકૃત (દેશ્ય પ્રાકૃત વગેરે) તથા અપભ્રંશ ભાષાના સતતાભ્યાસની ઘણી અગત્ય છે. જે રીતે ભારતવર્ષની યુનિવર્સિટીમાં હિબ્રુભાષા જેવી અપોપયોગી ભાષાને પણ સ્થાન મળ્યું છે તે રીતે આ પ્રાકૃતાષા જેવી અત્યપયોગી ભાષાને શા માટે સ્થાન ન મળે ? અત્યાર સુધી પ્રાકૃત ભાષા અવનત જ જણાય છે તેનું મૂળ કારણ અવિદ્યા અને માત્સર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org