________________
છે. ખરી રીતે જનોએ એ માટે પ્રયત્ન સેવવો જોઈએ કે જેથી આ તેઓની પિતાની ધર્મભાષા દુનીયામાં એક દીવડી જેવી થઈ પ્રકાશ આપે. પણ કેઈને કહેવું ઘટતું નથી. માત્ર કળિકાળ જ ઉપાશ્મને પાત્ર છે. કારણ કે જ્યારે આ સમય વિકાસને માટે મોટા સાધનરૂપ છે ત્યારે અમારા જૈન ગુરૂઓની અને જૈન શ્રાવકેની બુદ્ધિ માત્ર ખોટી પદવીઓમાં, લાડવામાં, ઝાંઝમાં અને પહાડ રચાવવામાં તથા જડવાદનું જ મહત્ત્વ વધારવામાં વિટલાઈ ગઈ છે. વળી એક તરફ ગૂર્જરભાષાના વિકાસ માટે મોટી મોટી ગૂર્જરસાહિત્ય પરિષત' જેવી સંસ્થાઓ કામ કરી રહી છે. તે પણ હજુ સુધી તેના ધ્યાનમાં આ વાત નથી આવી લાગતી કે, ગૂર્જરભાષાની માતા પ્રાકૃત ભાષાને પણ વિશ્વવિદ્યાલયમાં સ્થાન શા માટે ન મળે ? તે સભાઓમાં પ્રધાનપણે ભૂદેવોનું સામ્રાજ્ય હોવાથી આ જૈનેની - ભાષા માટે શા માટે તેઓ પ્રયત્ન સેવે એવી જાતનું માત્સર્ય આ કામ માટે પ્રતિબંધક જણાય છે. પરંતુ તે ભૂદેવ મહાશયોએ ભૂલવું ન જોઈએ કે, વરરચિ, ચંડ, કાત્યાયન અને વાપતિ વગેરે પ્રાકૃત -ભાષાના સેવકે પરમ વૈદિક હતા પણ તેઓએ આ ભાષાની સેવા કરવામાં પાછી પાની કરી નથી. માટે ભાષાને અમુક પ્રજાની જ સંપત્તિ ન માની તેને સર્વની સંપત્તિ માની સાક્ષરોએ આ કાર્યમાં પ્રયત્ન સેવવો અને અવિદ્યાપૂર્ણ જૈને ઉપર તેઓએ અનુકંપવું ઉચિત છે અન્યથા પાડાની મારા મારીમાં ઝાડ છે” એ ઉખાણું તે સામું જ છે. વિશેષ, “પાલિ ભાષા પ્રાકૃત ભાષાની સાથે લગભગ સમાનતાવાળી છે માટે વાચક મહાશયે પ્રાકૃતભાષાને પરિચય પામી “પાલિ” ભાષાના સ્વરૂપનું જ્ઞાન મેળવે એ સહજ છે અને એવા હેતુથી જ તે સંબંધે મેં અહીં કાંઈ લખ્યું નથી. “ગુજરાતી ભાષાના નામ અને ક્રિયાપદને લાગતી વિભકિતઓ” એ સંબંધે મારે ખાસ એક જુદો નિબંધ લખવા ઈચ્છા હોવાથી તે
ભાગ અતિ ભાષાના
Sી અમલ
કાંઈ
તમે
એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org