________________
( ૪ )
અંતર પૈશાચી અને ચૂલિકાપૈશાચીમાં છે. હવે અપભ્રંશ ભાષા વિષે લખવુ એ પ્રાસંગિક છે. પૂર્વની પ્રાકૃત વગેરે ભાષાઓ સાથે આપણી ગૂજરાતી ભાષાને જેટલા સબંધ છે તેના કરતાં આ અપભ્રંશ ભાષા સાથે તેના વિશિષ્ટ સંબધ છે. ગૂજરાતી ભાષાની મૂળ પ્રકૃતિ અપભ્રંશ ભાષા છે એમ કહેવું એ પણ મૃષા નથી. અપભ્રંશ’ શબ્દનું વિવેચન આ રીતિએ છે:
અપ' ઉપસ અને અધઃપતન અર્થવાળા ભ્રંશ' ધાતુ ઉપરથી આ અન્ભ્રંશ' શબ્દના અર્થ સર્વથા ભ્રષ્ટસર્વ પ્રકારે વિકારને પામેલ ચાય છે અને એ અર્થ ભાષાવાચક અપભ્રંશ' શબ્દને પણ લાગુ પડે છે. કારણ કે, પૂર્વની બધી ભાષાના વિકારરૂપ આ ‘અપભ્રંશ નામની ભાષા છે. ભાષા માત્ર વિકારરૂપછે પણ જ્યારે તેને વાપરનાર પ્રજા તેની સાથે ટેવાઇ જાય છે, ત્યારે તે વિકૃત ભાષા પણ એક શુદ્ધ ભાષા વિકસિત ભાષાનવીન ભાષા તરીકેની કીર્તિ મેળવે છે, તેજ પ્રકારે આ અપભ્રંશ' ભાષા સંબધે પણ બન્યું છે. જ્યાં સુધી કેટલીક પ્રાંતિક ભાષાની અસ્તિતા ન હતી ત્યારે ભારતના ઘણા ખરા ભાગમાં ! ‘અપભ્રંશ' ભાષાનું જ પ્રધાનવટું હતું. જ્યારે આ ભાષા એક દેશ ભાષા તરીકે હશે ત્યારે તેનુ સાહિત્ય પણ વિપુલ હશે, પણ અત્યારે તેની વિપુલતા ાિમાં આવતી નથી. વાચક મહાશયાએ આ વાત તો ચૂકવી જ ન જોઇએ કે દરેક જાતની ભાષા એ વિભાગમાં વહેંચાએલી હોય છે એક સાહિત્યની ભાષા અને ખીજી મોલચાલની ભાષા લેાકભાષા. અને તે બન્ને ભાષા એક જ હાવા છતાં વિષયની વિભિન્નતાને લઇને પરસ્પર એવી જુદી હોય છે કે વાંચનારને તે! એમ જ લાગે કે જાણે તે બન્ને ભાષા જુદી છે. અનેક અથવા જૈનેતર ઋષિઓએ અપભ્રંશ ભાષામાં સાહિત્ય ગુછ્યું હશે. મહાકવિ ધનપાલે શ્રી ઋષભદેવની સ્તુતિ નામે ઋષભપચાશિકા મહાશય શ્રી હેમચંદ્રે પ્રાકૃત દ્વાશ્રય ' મહાકાવ્યના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org