________________
લબ્ધ થતાં જેનસત્રો અર્ધમાગધીમાં છે એમ જણાવતા હોય તો મારે અવશ્ય નિવેદવાનું છે કે, જે ગ્રંથે અર્ધમાગધીમાં હોય તે ગ્રંથમાં બે પ્રકારના શબ્દોનું મિશ્રણ હોવું જોઈએ-કેટલાક શબ્દો સાગધી ભાષાના અને કેટલાક શબ્દો બીજી કઈ ભાષાના, બીજી કોઈ ભાષા એટલે પ્રાકૃત ભાષા પણ બીજી ભાષા નહીં. કારણ કે, નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવરિએ અર્ધમાગધી શબ્દને અર્થે આ પ્રમાણે જણવ્યો છે “મારામાપક્ષi ચિત !
“જે ભાષામાં કાંઈક માગकिञ्चिच्य भाकृतभाषालक्षणं
ધીભાષાનું અને કાંઈક પ્રાકૃત यस्यामस्तिसा-अर्धमागध्या ભાષાનું સ્વરૂપ હોય તે અર્ધइति व्युत्पत्त्या अर्धमागधी" માગધી ભાષા છે. કારણ કે, અइति (श्री भगवतीसूत्र, पा.
ર્ધમાગધીને અર્થ “માગધીનું
અડધું” એમ થાય છે. ' ३३६ मुद्रित)
માગધી ભાષાનું સ્વરૂપ તો હું ૩પર દેખાડી ચૂક્યો છું. જે શ્રી હેમચંદ્રના વ્યાકરણને અનુસરતું જ છે. અત્યાર સુધીમાં ઘણાં જૈનસુત્રો અને અનેક જૈનપ્રાકૃતગ્રંથ મારા જોવામાં આવ્યા છે. પણ તેમાં સેંકડે પાંચ શબ્દો પણ માગધી ભાષાના હોય એમ મને ભાસતું નથી, તે હું એ કેમ કહી શકું કે, જૈનસૂત્રો અને જૈન વધારે પ્રમાણમાં અર્ધમાગધીમાં લખાયા છે. હું તો શું ? પણ શ્રી હેમચંદ્રનું જ વ્યાકરણ જૈનસૂત્રોની ભાષાને અર્ધમાગધી કહેવાની ના પાડે છે. કારણ કે, હેમચંદ્ર બતાવેલ સ્વરૂપવાળી માગધી ભાષા જૈનશાસ્ત્રોમાં પ્રયોજાઈ જ નથી. વળી આજથી ૧૯૧૨ વર્ષ પહેલાં—વિક્રમ સંવત ૬૦ ની સાલમાં વિમલસૂરિ નામના જૈનમહર્ષિએ લખેલું પઉમરિય ૫૬મચરિત (જૈન સમાયણ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org