________________
(૪૫)
એમ સમજતા હોય છે, જેના આગમે કે બીજા પુસ્તકે માગધી ભાષામાં છે. તે તે તેઓની સમજ માગધી ભાષાના અજાણપણથી ઉત્પન્ન થએલી છે અને માગધી ભાષાનું ટુંકું સ્વરૂપ બતાવવા અહીં મેં છેડે ઘણે યત્ન કર્યો છે તેનાથી એમ જણાઈ શકશે કે, તે સમજ ભ્રમપૂર્ણ છે. મારે અહીં વિશ્વાસપૂર્વક જણાવવું પડે છે કે, જૈનેનું એક પણ પુસ્તક માગધી ભાષામાં છે જ નહીં, હા, કેઇ એક પુસ્તકમાં માગધી ભાષાનો એકાદ શબ્દ પ્રયોજાયો હશે એ સાચું છે. પણ તે એક શબ્દથી કાંઈ જૈનેની શાસ્ત્રભાષા માગધી હેઈ જ શકે નહીં. હવે હું પૈશાચી ભાષાનો પરિચય કરાવી આગળ વધવા રજા લઈશ. પૈશાચી ભાષા લગભગ શિરસેની ભાષાને મળતી છે,
૧. કેટલાક મહાશયોનું એવું મંતવ્ય છે અને રા. રા. મણિલાલભાઈ બકેરભાઈ વ્યાસે તે શ્રીવિમલપ્રબંધના ઉપઘાતમાં શ્રીમચંદ્રની સાક્ષી આપીને ( “ પ્રસિદ્ધ વૈયાકરણ હેમચંદ્રાચાર્ય કહે છે કે, જેનો અર્ધમાગધીમાં છે. ” ઈત્યાદિ-વિમળ પ્ર. ઉપ પ૦ ૬ ) સિદ્ધ કર્યું છે કે, જૈન, અર્ધમાગધીમાં છે. પરંતુ મારે તે સર્વ મહાશયને સવિનય નમ્રભાવે જણાવવું પડે છે કે, તેઓનું તે મંતવ્ય જૈન તપાસ્યા વિના માત્ર દંતકથાથી જ ઉત્પન્ન થયું છે. તે સંબંધે મારે મત આ પ્રમાણે છે –જે મહાશય એવું જણાવે છે કે જૈનસૂત્રો અર્ધમાગધી ભાષામાં છે. તેઓને મારે પૂછવું જાઈએ કે, તેઓ ક્યા જેનોને અર્ધમાગધીમાં સમજે છે–શું અત્યારે વર્તમાન જે જેનસૂત્ર છે તેને ? કે તેની પહેલાંનાં કેઈ જેનસૂત્રોને ? જે વર્તમાન જેનસૂત્રોની પહેલાંના કેઈ જેનસૂત્રોને તેઓ અર્ધમાગધીમાં સમજતા હોય તે તે માટે મારે કાંઈ કહેવાનું નથી. કારણ કે, અત્યારે જે જેનસૂત્રો વર્તમાન છે તેને જ મને અનુભવ છે. પણ તેની પહેલાનાં જૈનસૂત્રો મેં જોયા નથી, તેમ સાંભળ્યાં પણ નથી. જો તેઓ અત્યારે. ઉપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org