________________
( ૩૯૦ ) ધર્માદામાં આપનાર સ્વ. શેઠ દેવચંદે ગુજરાતી ભાષા વાંચનાર વર્ગને મોટા આભાર તળે મુકેલ છે. અને આ સંસ્થાના વ્યવસ્થા પકે એ કઈ પ્રમાદ નહિ કરતાં પોતાને ધર્મ ત્વરાથી બજાવવા માં છે તે ખાતે તેમને ધન્યવાદ ઘટે છે.
રાસાઓની સમજુતી તેના સંશોધકે આપેલી છે, અને તે ઉપરથી તેમના અભ્યાસની માહીતી મળે છે. જીવણચંદે તે જણાવ્યા પ્રમાણે કેટક સ્થળે મૂળમાં સમજાય તેવું ન હોય તે સ્પષ્ટ કરવા ખાતર બદલાવી બીજા પાડ ઉમેરેલ છે, પણ તેમ કરવામાં તેમણે એગ્ય નથી કરેલ તેમ સર્વ વિચારવંત વાંચકને જણાયા વિના રહેશે નહિ જુના લેખના ન સમજાય તેવા વિભાગો હેય તેમનું ટિપણ આપવું, અર્થ સ્પષ્ટ કરવા જરૂર જણાય ત્યાં તેમ કરવું, અને તે બંનેમાંથી એક પણ બની ન શકે ત્યાં વધારે ચગ્ય તે અસલ પાઠજ મુકવે ઉચિત છે, આમ કરવાથી જ પ્રાચીન સાહિત્યની ખરી કિસ્મત અંકાય એમ અમારું માનવું છે.
નવજીવન અને સત્ય માસિક. જાન્યુઆરી ૧૯૧૬. પિજ ૩૭૭.
નવું પુસ્તક ૧ લુ, અંક ૭ મે. એક સમાલોચક અત્રે ચૂકયા છે. સંશોધકે જ્યાં ન ચાલી શકે ત્યાંજ ઘણું જૂજ ઠેકાણે પાઠ બદલ્યાં છે, અને તેને અસલ પાઠ શું છે તે નીચે ટીપમાં આપ્યો છે, સમાલોચકે અત્રે ધ્યાન રાખી સમાલોચના કરી હતે તે ઠીક થતું. તેમજ ત્રણ પુસ્તક છતાં તેને એક મણકા ૧૪ મા તરીકે વર્ણવી દીધાં છે. જ્યારે ખરી રીતે મણકે ૧૪, ૨૦ અને ૨૧ એમ ત્રણ પુસ્તકો છે. પ્ર. કર્તા.
ના
નવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org