________________
( ૩૮૫) (૧૯) (ગુજરાતી સાહિત્ય પરિષદ અને જૈને
નામના લેખમાંથી.).
લેખક–જૈન,
ગુજરાતી ભાષા ક્યારે ઉત્પન્ન થઈ, કેવી રીતે ઉત્પન્ન થઈ અને તેના સૌથી પ્રાચીન પુસ્તકે ક્યાં છે એ પ્રને કેટલાંક વરસ થયાં ગુજરાતી સાક્ષમાં ઉત્પન્ન થયા છે તે બાજુએ મુકીએ છતાં એમ જણાયા વગર નહીં રહે કે જુનામાં જુનું ગુજરાતી સાહિત્ય જૈન ગ્રંથે જ પુરું પાડે છે એ સંબંધમાં મહુમ સુરતના જૈન ઝવેરી શેઠ દેવચંદ લાલભાઈ તરફથી ઉઘાડવામાં આવેલા એક મેટા ફંડમાંથી પ્રાચીન ગુજરાતી જૈન સાહિત્યના કેટલાક પુસ્તકે પ્રગટ થયાં છે, જેમાં શ્રીઆનંદકાવ્ય મહાદધીના પુસ્તકે જેને ગુજરાતી સાહિત્ય ઉપર મોટું અજવાળું પાડનાર જણાય છે. અત્યારસુધીમાં એ ખાતા તરફથી આશરે પંદરસો પાનાના ત્રણ પુસ્તક પ્રગટ થઈ ચુક્યાં છે અને બીજા આશરે પણ ગ્રંથે એવાજ રૂપમાં બહાર પાડવા જેટલું સાહિત્ય તેના સંગ્રહ કત્ત ઝવેરી જીવણચંદ સાકરચંદ પાસે છે એમ સંભળાય છે. એ સર્વ સાહિત્યની અસલ પ્રતે મેળવવા ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યવાહકે પ્રયત્ન કરશે તે તેમાંથી તેઓને ઘણું નવીન જાણવાનું મળશે એમ અમે માનીએ છીએ. એ. પુસ્તકની પ્રસ્તાવનામાં “મુખબમ્પરૂપે કેટલીક એવી સટ ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org