________________
() રના વ્યવસાયી હોવા છતાં “આનંદ કાવ્યમહેદધિ પ્રકટ કરવામાં અને સશેધવામાં + જે શ્રમ લીધે છે તે માટે આ મુબારકવાદી આપું છું. - “ આનંદકાવ્ય મહેદધિ ” ના સંબંધમાં અભિપ્રાય આપવા પૂર્વે જૈ જૈન ગુજરાતી સાહિત્ય” ના પ્રકાશનને પ્રારંભ કેવી રીતે થયે એને ઈતિહાસ આપવાની જરૂર લાગે છે. “ગુજરાતી સાહિત્ય પરિષદ્ ” મુંબઈમાં ભરાયું ત્યારે શ્રીયુત મનસુખલાલ કીરચંદ મેહતાએ “ ગુજરાતી ભાષામાં જૈન સાહિત્યને લ” એ વિષય ઉપર એક વિગતવારવિદ્વતાભરેલો નિબંધ વાંચ્યું હતું. રા. મનસુખલાલને નિબંધ જૈન સમાજનું પોતાના સાહિત્ય તરફ લક્ષ ખેંચવા માટે ઘણું મળવાન હતું. આ નિબંધ જ્યારે “સનાતન જેન” માં પ્રકટ કરવા માટે મારી પાસે આવ્યા ત્યારે તેણે મારામાં એક પ્રકારની પ્રેરણા કરી, અને તે પ્રેરણ એ હતી કે ગુજરાતી જૈન સાહિત્યનું પ્રકાશન કરવું જ જોઈએ. * ગુજરાતી જૈન સાહિત્યને વિસ્તારકે છે તથા કેટલે છે તેને તપાસ કરતાં મને જણાયું કે બહુધા રસરૂપે લખાએલું સાહિત્ય છે. કેટલી સંખ્યામાં આ રાસ છે તેની તપાસમાં લાગ્યું કે ગુજરાતીના કાવ્યદેહન જેવા ૧૦૦ ભાગ થઈ શકે તેવું છે. તેમજ બીજી વાત એ મળી આવી કે જૈનેતર ગુજરાતી સાહિત્ય લેખકે તથા કવિઓના જે લેખ અત્યારે મળી આવે છે તેના કરતા કેટલાક સૈકા પૂર્વે થયેલ જૈન લેખક અને કવિઓના લેખો મળી આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org