________________
( ૩૬૩ ) હોઈ તેને સંગ્રહ ઘણોજ કિમતિ થઈ પડે છે. ગુજરાતી સાહિત્યમાં વધારે કોને હિસે છે તે આ પુસ્તકથી જણાઈ આવે છે.
આ ગ્રંથમાં એકત્ર કરવામાં આવેલ પ્રાચીન કાળે એ ગુજરાતી જૈન સાહિત્ય છે અને એ સાહિત્ય-કાવ્યને રાસ રૂપે ઓળખવામાં આવે છે. રાસને સામાન્ય અર્થ ધવની કરા-લલકારવું, રાસકીડા અને કથા એ થાય છે. તે ઉપરથી પદ્ય કાવ્ય કથાઓને રાસ રાસ અને રાસા કહેવાને પ્રથા પડ હોય અગર લેકેમાં સંસ્કૃત પ્રાકૃત જ્ઞાનની ખામી થઈ અને ગુજરાત તેમજ અન્ય પ્રદેશમાં પ્રચલિત ભાષા તે તે પ્રદેશમાં ઓલખાતી થઈ ત્યારે ગુજરાતી ગદ્યની અંદર રસની ખામી રહી તેથી શ્રેતાઓને રસ ઉત્પન્ન કરી નીતિને રસ્તે જોડાવામાં આ નંદ આપનારા તથા મહાજનેની ખ્યાતિ કાયમ રાખનારા પદ્ય કથાબંધ ગુજરાતી ગ્રંથને રાસ તરીકે કહ્યા હોય તેમ અવાધાય છે.
આ કાવ્ય મહેદધિમાં જે રાસે મુકવામાં આવ્યા છે. તેમાં પહેલી પંક્તિએ મુકવા લાયક ધર્મોપદેશ શ્રી અશોક રોહિણમાં છે. શ્રી શાલિભદ્ર અને શ્રીકુસુમશ્રી તથા શ્રી પ્રેમલાલચ્છીમાં પણ તેજ ઉપદેશ આપે છે. આ ચારે કર્તાની કાવ્યશક્તિ માટે અને જ્ઞાન સામર્થ્ય માટે વિદ્વાનોને ઉંચે મત છે. જેમ ધર્મના મુખ્ય ચાર અંગ દાન, શીલ, તપ, અને ભાવના છે, તેવી જ રીતે આ કાવ્ય મહોદધિમાં પણ જુદા જુદા રાસે દાન, શીયલ, તપ અને ભાવનાના ઉચ્ચસૂત્ર દર્શાવનારા હઈ ખાસ આવકારદાયક થઈ પડે તેવા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org