________________
પરિશિષ્ટો.
( ૩૪૭ )
માતા હાથે પારણે જીરે, થાશે તમને આજ; વીરવચન નિશ્ચય કરી જીરે, આવ્યા નગરીમાંજ. સે. ૨૦ ઘર આવ્યા નવિ ઓળખ્યાજીરે, ફરિયા નગરી મઝાર; મારગ જાતાં મહિયારડીજીરે, સ્વામી મળી તેણિવાર, સે. ૨૧ મુનિ દેખી મન ઉદ્ભર્યું જીરે, વિકસિત થઈ તસ દેહ, મસ્તક ગેરસ સૂઝતેજીરે, પડિલા ધરિ નેહ. સે. રર. મુનિવર હરી ચાલિયાજીરે, શ્રીજિન પાસે આય; મુનિ સંશય જઈ પૂછીયેરે, દાન ન દીધુંરે માય. સે. ૨૩ વીર કહે તુમ સાંભળેજીરે, ગેરસ હરે જેહ, મારગ મળી મહિયારડીજીરે, પૂર્વજન્મ માય એહ. સે. ૨૪ પૂરવભવ જિન મુખે લહજીરે, એકત્ર ભાવેરે દેય; આહાર કરી મુનિ ધારિજીરે, અણસણ શુદ્ધજ હેય. સે. ૨૫ જિન આદેશ લહી કરી રે, ચડિયા ગિરિ વૈભાર, શિલા ઉપર જઈ કરી જીરે, દેય મુનિ અણુસણુ ધાર. સે. ૨૬ માતા ભદ્રા સંચર્યા જીરે, સાથે બહુ પરિવાર અંતેઉર પુત્રતણાજીરે, લીધે સઘળે રે લાર. એ ર૭ સમવસરણે અભિગમ વડેજીરે, વાંદ્યા વીર જગતાત; સકળ સાધુ વંદી કરી જીરે, પુત્ર જે નિજ માત. સ. ૨૮
ઈ સઘળી પરષદા જીરે, દીઠા ન દેય મુનિરાય, કરજેડી કરે વિનતીજીરે, ભાખે શ્રીજીનારાય. સો. ૨૯ વૈભારગિરિ જઈ ચડયા જીરે, મુનિ દરિસણ ઉમંગ; સહુ પરિવારે પરવર્યા જીરે, તે સહ પહેત્યાં શૃંગ. સે. ૩૦ દેય મુનિ અણસણ ઉચ્ચરીજીરે, ઝીલે ધ્યાન મઝાર; મુનિ દેખી વિલખાં થયાં જીરે, નયણે નીર અપાર. સ. ૩૧
'S 11:44;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org