________________
( ૩ )
છે. પ્રાચીન છે એ ભાષાઓમાં સૌથી પહેલું નામ સંસ્કૃત ભાષાનું છે. કાળના પ્રભાવે તે સંસ્કૃતના બે વિભાગ થયા છે –એક જૂની સંસ્કૃત અને બીજી નવી સંસ્કૃત. તે બન્ને પ્રકારની સંસ્કૃતમાં અનેક ગ્રંથે ગુંથાયા છે. ભારતીય મહાશ પાસે આ ભાષા માટે કાંઈ વર્ણવવું તે મોસાળ (માતૃશાલ) પાસે માની પ્રશંસા બરોબર છે. એ સંસ્કૃત ભાષા સાથે પણ આપણું ગુજરાતી ભાષા સગાઈ રાખે છે. અને તે સુવિદિત છે. માટે વિશેષ શું લખું ? પ્રાકૃત ભાષા એ મધુર અને કમળ છે. મહાશય હેમચંદ્રસૂરિએ “પ્રાકૃતીને આ અર્થ કર્યો છે –“પ્રકૃતિ-સંસ્કૃતમાં થએલું અથવા પ્રકૃતિ-સંસ્કૃત-થી આવેલું તે પ્રાકૃત ” પ્રાકૃતના મુખ્ય ત્રણ વિભાગ છે દેશ્ય પ્રાકૃત. સંસ્કૃતસમપ્રાકૃત અને સંસ્કૃતભવપ્રાકૃત. દેયપ્રાકૃત અને દેશપ્રાકૃત એ બને શબ્દ એક જ અર્થવાળા છે. “અનેક દેશમાં પ્રસિદ્ધ જે શબ્દ સંગ્રહ-અનાદિકાળથી ચાલુ થએલ એક પ્રકારના શબ્દનો સમૂહ-એક પ્રકારની સર્વ સાધારણની ભાષા તે દેશી પ્રાકૃત ” આ દેશી પ્રાકૃતના શબ્દોની સિદ્ધિ માટે સંસ્કૃત ભાષાની પેઠે કઈ પણ નિયમબદ્ધ વ્યાકરણ નથી. પરંતુ તેના શબ્દો અને તે શબ્દોના અર્થો જાણવા માટે પ્રાચીન મહાશયોએ દેશી કેશો રચેલા છે. તે શ
ને પ્રાકૃતની વિભક્તિઓ લાગે છે અર્થાત્ પ્રાકૃતની વિભક્તિએ લગાડી દેશી પ્રાકૃતિને પ્રગટ થાય છે. આ દેશી પ્રાકૃતમાં જ ગુંથાએલા ગ્રંથ હોય એવું મારી નજરમાં નથી પણ પ્રાકૃતમાં લખાતા ગ્રંથમાં દેશી શબ્દોનું મિશ્રણ હોય છે. કેટલીક પ્રાચીન કવિતાઓ, જે પ્રાકૃત પિંગળમાં તથા દેશી નામમાળામાં છે તેમાં આ દેશી
१“प्रकृतिः संस्कृतम् तत्र भवम् , तत आगतं वा પશિતમ્ –પ્રાકૃત વ્યાકરણ-શ્રી હેમચંદ્ર. ૨. ગાગાયમાતાવિકમ રેતી-દેશી નાપમાલા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org