________________
( ૭ ) વિષે જ કહેવાનું છે. વિષય પરીક્ષા સંબંધી શરૂઆતના ત્રણ પ્રશ્નને ઉત્તર ઉપરના આટલા લખાણથી આવી ગયો છે.
હવે આપણે એ પછીના પ્રશ્નોની મીમાંસા કરવી એ પ્રસંગેપાત્ત છે. “ઉત્પન્ન થવા પૂર્વે તે મૂળ પદાર્થ કઈ સ્થિતિમાં હતો ?” મૂળ પદાર્થની ઉત્પત્તિ બીજા ક્યા કયા પદાર્થોના મિશ્રણથી થઈ છે?” આ બે પ્રશ્નો સંબંધે હું કઈ યથામતિ ચર્ચા કરવા ઈચ્છું છું. જ્યારે કાઈ પણ ભાષા તદન નવી જ શરૂ થાય છે ( જે કે કઈ ભાષા તદન નવી જ શરૂ થતી નથી. પણ તે કોઈ બીજી બીજી ભાષાઓના એક નવા પરિણામરૂપ હોય છે. તે પણ તે સ્થલ દષ્ટિએ નવી ભાષા કહેવાય ) ત્યારે તેને ઉત્પત્તિકાળ ઘણી વિચિત્રતાથી ભરેલો હોય છે. ઉદાહરણ તરીકે જેમ; કેઈ એક નવું શહેર વસતું હોય. ત્યાં પચાસ બંગાળી, પચાસ ગૂજરાતી પચાસ દક્ષિણી, પચાસ મારવાડી અને પચાસ ગૌરાંગ (યુરોપીઅન ) એ પ્રમાણે દરેક ભિન્ન ભિન્ન જાતિના પચાસ પચાસ પુરષો વસતા હોય અને તેઓને વ્યવહાર એક બીજા સાથે નિરંતરતાપૂર્વક ચાલતા હોય, તે મને એમ નક્કી લાગે છે કે તે દરેકે દરેકની ભાષામાં પરિવર્તન થયા વિના રહે નહીં. અને છેવટે તે એક વિચિત્ર ભાષારૂપે બની પોતાનું એક નવું નામ સંસારની ભાષાઓમાં ભેળવ્યા વિના ન રહે. જે કાળે જેનું સામ્રાજ્ય સમસ્ત દેશ ઉપર હોય છે તે કાળે દેશની ચાલુ ભાષામાં તે રાજભાષાના શબ્દોનું પણ મિશ્રણ થઈ જાય છે. આપણી ચાલુ ગૂજરાતી ભાષામાં પણ એ જ પ્રકારે અનેક ભાષાઓના શબ્દોને સમૂહ એવો ઓતપ્રેત થયો છે કે જેને આપણે માતૃભાષા તરીકે જ માનવો પડે છે. જ્યારથી આપણું ઉપર ગૌરાંગ મહાશયોનું સામ્રાજ્ય થયું છે ત્યારથી અત્યાર સુધીમાં આ પણી ભાષામાં તે રાજભાષાના અનેક શબ્દો ઉમેરાઈ ગયા છે. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org