________________
( ૮ )
.
તે શબ્દો સિવાય બીજા શબ્દોથી આપશે। વ્યવહાર પણ ચાલી શકતા નથી માટે અણુછુટકે આપણે તે પરભાષાના શબ્દને પણ સ્વભાષાના શબ્દો ગણવા પડે છે. અને તેમ કરવામાં જરા પણ ક્ષતિ નથી. કારણ કે, જે કાળે. મનુષ્યા જે શબ્દથી સહેજમાં વ્યવહાર ચલવી શકે તે કાળે બીજા અપ્રસિદ્ધ શબ્દના ઉમેરા કરવા કરતાં તે પરભાષાના શબ્દોને જ આપણે સ્વભાષાના સમજવા એ અધિક સહ્ય છે. અને એમ કરવાથી જ ભાષાના વિકાસ થાય છે. મારા ધારવા પ્રમાણે આ આપણી ગૂજરાતી ભાષા, જેમ ચાલુ કાળે એક ભાષા ગણાય છે. તેમ પ્રાચીનતમ કાળમાં પણ તેણે એક મુખ્ય ભાષા તરીકેનું જ માન મેળવ્યું હતું. એ કથન માત્ર આપણી ભાષાભકિતતું જ સૂચક છે, પણ ગૂજરાતી ભાષાને પ્રાચીનતમ સાધવાનું સા ધન નથી, હા, એટલું તો જરૂર કહેવુ જોઇએ કે, જયારથી દેશવાચક ગૂર્જર કે ગૂર્જરત્રા ' શબ્દ પ્રસિદ્ધ થયા ત્યારથી તે ભાષાની શરૂઆત થએલી હોવી જોઇએ. પ્રસિદ્ધ વૈયાકરણુ હેમચંદ્ર પેાતાના વ્યાકરણમાં દેશવાચક ગૂર્જર્ ' શબ્દની સાધના જગાવે છે, પણ 'ગૂર્જરત્રા ' શબ્દ વિષે તેણે કાંઇ જણાવ્યું હોય એમ જણાતું નથી. એથી એમ જાણી શકાય છે કે, ‘ ગૂર્જરત્રા શબ્દની પ્રસિદ્ધિ તેના પછીના સમયમાં થએલી હોવી જોઇએ. એ શિવાય તે જ વૈયાકરણે દરેક પ્રાચીન ભાષાનાં વ્યાકરણેા ગુંથ્યાં છે તથા સસ્કૃત અને દેશી (પ્રાકૃત) ભાષાના કાશ! પણ બનાવ્યા છે. અને છેવટે અપભ્રંશ ભાષાનું પણ વ્યાકરણ રચ્યું છે. જો તેના સમયે ગૂજરાતી ભાષા એક ભાષા તરીકે જામી હાત તે! તે મહાશય તે ભાષાતુ પણ વ્યાકરણ રચ્યા વિના રહેત જ નહીં. માટે આપણને એમ માનવાનું કારણ છે કે તે વૈયાકરછુના સમયે કદાચ ગૂર્જર’ શબ્દ દેશવાચક તરીકે વિશ્રુત હશે પણ તે નામની ક્રાઇ ભાષા હુયાત હશે નહી. અને તે કાળે ચાલતી ભાષા ધણું કરીને · અપ
:
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org