________________
‘માલવ” દેશ વિધ્યાચળ પર્વતની તળેટીમાં આવેલ હતો અને અત્યારે પણ ત્યાં જ આવેલ છે. આગળના સમયમાં પ્રવાસ કરવાની સુખવાળી સગવડ ન હોવાથી અને તે (માલવ) દેશ પર્વતની નજિક રહેલો હોવાથી તેના અપરિચયને લીધે તે લોકોએ તેને “અનાર્ય ગણ્ય હોય અથવા તે દેશને પરિચય થયો હોય તે પણ ત્યાંના રીતિરિવાજો આપણું આયોને મળતા નહીં હોય તેથી તેને “અનાર્ય ગમ્યો હોય એમ લાગે છે. મારા ધારવા પ્રમાણે અમુક દેશના નિવાસિઓ કે અમુક દેશ જ આર્ય ગણાય અને તેથી જુદી પ્રજા કે જુદો પ્રદેશ અનાર્ય ગણાય એ સંકીર્ણ વિભાગ ન કરતાં જેઓ આચિત કાર્ય કરે તેઓ આર્ય અને જેઓ અનાચિત કાર્ય કરે તેઓ અનાર્ય એવી વ્યવસ્થા કરવી સમુચિત લાગે છે. “હેય-છોડવા યોગ્ય–કાથી જેઓ દૂર રહે તેઓ “આર્ય અને તેથી ભિન્ન તે “અનાર્ય આ
નું અને અનાર્યોનું આ લક્ષણ પ્રાચીનતમ છે અને વર્તમાનકાળે પણ તે જ લક્ષણ ધાર્મિકદષ્ટીએ સ્વીકારવું જોઈએ. આપણું વિવાદસ્થળ એ હતું કે આર્યોના શબ્દ પ્રયોગને ભાષા કહેવી કે અનાર્યોના શબ્દ પ્રયોગને ભાષા કહેવી ? તેને નિર્ણય પૂર્વ લિખિત લખાણ ઉપરથી વાચકોને થઈ શકે તેમ છે. તો પણ મારે ફરીથી એકવાર જણાવવું જોઈએ કે 'ભાષાશાસ્ત્ર ની નજરે તે મનુષ્યમાત્ર, જેઓ કોઈને પણ સમજાય તેવું બેલી શકે તેઓ “આર્ય' કહેવાય અને તેઓનો શબ્દપ્રયોગ “ભાષા” કહેવાય, એમ આપણે આનંદપૂર્વક માનવું જોઈએ. તાત્પર્ય એ છે કે, સમજાય તેવું બોલનાર કદાચ આક્રીકાને કે આસ્ટ્રીયાને હોય અથવા સમજાય તેવું બોલનાર કાશીને કે પાલિતાણાને નિવાસી હોય તો પણ તે બધાને “ભાષાની દષ્ટીએ “આર્ય ગણવામાં કોઈ પણ દૂષણ નથી. ભાષા” શબ્દને નિર્વિવાદ અર્થ સ્પષ્ટ શબ્દપ્રયોગ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org