________________
( ૧૭ )
એક સાધારણ નિયમ પ્રમાણે કોઈ પણ એક પદાર્થની વિવેચના કરવા માટે તે સંબંધેની નીચેની બાબતો તપાસવી જોઇએ(૧) મૂળ પદાર્થને વાચક-કહેનાર-કો શબ્દ છે ? (૨) તે શબ્દની વ્યુત્પત્તિને અને મૂળ પદાર્થને પરસ્પર કોઈ સંબંધ છે કે નહીં? (૩) મૂળ પદાર્થને વાચક શબ્દ ઇ છે કે યૌગિક? (૪) ઉત્પન્ન થવા પૂર્વે તે મૂળ પદાર્થ કઈ સ્થિતિમાં હતો? (૫) મૂળ પદાર્થની ઉત્પત્તિ બીજા કયા ક્યા પદાર્થોના મિશ્રણથી થઈ છે ? (૬) તેમાં બીજું મિશ્રણો થવાની શી જરૂર હતી? તથા પ્રાચીન ભાષાઓ વિકૃત થઈ તેનું શું કારણ? (૭) મૂળ પદાર્થના રક્ષક અને પિષક તરીકેનું મુખ્ય માન કોને ઘટે છે ? (૮) વર્તમાનમાં મૂળ પદાર્થ કેવી સ્થિતિમાં છે ? (૯) હવે ભવિષ્યમાં તે મૂળ પદાર્થ કેવે રૂપે પરિણશે ?
સાક્ષ !
એક વિવેકકાર તરીકે આ વિષય સંબંધે આલેખન કરનારને પૂર્વોક્ત પ્રશ્નો ઉપસ્થિત થાય તે સ્વાભાવિક છે. પણ તે પ્રત્યેક પ્રશ્નનું સંપૂર્ણ વિવેચન આ લખનાર જન કરી શકશે કે કેમ ? તે તેને પિતાને ડગુમગુ લાગે છે. તો પણ તે આવી પ્રતિજ્ઞા તે ચોક્કસ કરે છે કે, યથામતિ અને યથાશક્તિ તે પક્ષોનું સ્પષ્ટીકરણ કરવામાં જરા પણ પાછી પાની નહીં જ થાય.
હવે આપણે ક્રમ પ્રાપ્ત પ્રથમ પ્રશ્ન વિષે વિવેચવું તે સુયોગ્ય છે. તે પ્રથમ પ્રશ્ન આ છે –“મૂળ પદાર્થને વાચક કયો શબ્દ છે ?” ગૂજરાતી ભાષા” એ શિરે નામમાં (મથાળામાં) એક શબ્દ વિશેપણુપ છે અને બીજો શબ્દ વિશેષ્યરૂપ છે. જો કે અહીં વિશેષ્યવિશેષણભાવ ઈચ્છાપૂર્વક કપી શકાય છે તે પણ મેં મારા ક્રમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org