________________
( ૬૮)
શ્રી હીરવિજય.
( પાઈ.) મહિચ્છવ હોય બહુ એણે હરિ, પછે હીર ગયા ગંધારિ;
શ્રાવક સહુ સામહીએ જાય, ઉચ્છવ મેચ્છવ અધિકા થાય.૧ શ્રાવક જન હરખ્યાં નરનારિ, એક વૃક્ષ નહિં જેણે ઠાર
તિહાં કલપદ્રુમ ઉગ્યો સાર, પત્ર પુ૫ ફળને દાતાર. ૨ એહવે હીર મુનિસ્વર જેહ, ગંધારમાંહિં રહ્યા નર તેહ,
મુહૂરત લીધું પ્રતિષ્ઠાતણું; ઈંદ્રાણી ધન ખરચે ઘણું. ૩ ઈણ અવસર જગમાલ કષિ જેહ, બેરસદ માંહિ વ નર તેહ;
કલેશ થકે પાછે નવિ ફરે, અનુકરમેં હિતે તે આગરે. ૪ અકબરનિ કીધી અરદાસ, પૂરે પાદશાહ માહરી આસ;
વિગર ગુનહિ મુજ કીધે દૂરી, કરે જેર યતી હીરસૂરિ૫ તસબી મેતીની એક જેહ, હીરવિજય મુજ રાખી તેહ,
અપાવીએ મારા દીવાન,શાહ અકબરથાઓ મહિરબાન.૬ સુણી મહિર હુએ સુલતાન, લખી લેખ આપ્યું ફરમાન
લખતે સાહિબખાનનું નામ, ઈસ ગરીબકા કજિં કામ. ૭ લઈ ફરમાન ચાલ્યું તે જસે, આવી વાત ગુજરાતિ સે
બીહિં સહુ આવે જગમાલ, બેલે સહુએ જાનુ ફાલ.૮ એણે અવસરિમાનું કલ્યાણ, થાનસંઘ શ્રાવકમાં જાણ
બાર હજાર હય ઉપરિતેહ, જાણી વાત જગમાલની જેહ, ૯ શાહ અકબરનિ તે ગુદરે, વાત જગમાલની માંડી કરે,
હરામખોર છે એ સેવડે, દુરિ કર્યો જ્યુ દંડે દંડે. ૧૦ રાધે રાહ ન પાળે યતી, ગુરૂકા કથન ન માને રતી;
તેણેિ દુરિકીઆ ગુરૂ વડે, જૂઠી વાત કરે અબ લડે. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org