________________
- ૫૧
શ્રી શત્રુંજયરાસના કર્તા શ્રીમાન
જીનહર્ષ અને તેમની કૃતિ. શ્રીમાન અનહર્ષ અઢારમાં સૈકાના મધ્યકાળમાં થયેલા છે. તેઓ ખરતરગચ્છી, તેમના ગુરૂ શાંતિહર્ષવાચક હતા. તત્સમયે ખરતરગચ્છાધિપતિ જિનચન્દ્રસૂરિ હતા. શ્રીજીનહપંજીનું જીવનચરિત્ર પ્રાપ્ત કરવાને માટે ઘણા પ્રયત્ન કર્યો પણ હજી સુધી અમને પ્રાપ્ત થયું નથી.
અન્ય દિનન – નહર્ષની સંજ્ઞાને ધારક એક બીજા જનહર્ષસર “બાવા” ગામના હતા. “મીદડીયા વોરા” તેમનું ગોત્ર હતું. શા. તિલકચંદ નામના તેમના પિતા હતા અને તારાદેવી તેમની માતા હતી. તેમનું મૂળ નામ હીરાચંદ હતું તેમણે સંવત ૧૮૪૧ની સાલમાં આઉગામમાં દીક્ષા લીધી. તેમનું નામ હિતરંગ પાડવામાં આવ્યું. સંવત અઢારસે છપનની સાલમાં જેઠ સુદિ ૧૫ પુનમે સુરતબદરમાં આચાર્ય પદ લીધું સુરતમાં અજીતનાથના દેરાસરમાં બિંબની પ્રતિષ્ઠા કરાવી. સંવત ૧૮૬૬ ની સાલમાં સંઘપતિ ગલિયારાજાસમ લુણું આ શા. તિલકચંદના સંઘ સાથે મૈત્રી પુનમની શ્રીસિદ્ધાચલની યાત્રા કરી તે વખતે તેમની સાથે અગીયારસેં યતિ તથા સવાલાખ શ્રાવક શ્રાવિકાઓ હતી. સંવત ૧૮૭૦માં તથા સંવત ૧૮૭૬ માં સંધ સાથે શિખરજીની યાત્રા કરી, માળ દેશમાં મક્ષિપાથર્નાથની યાત્રા કરી, તથા મેવાડમાં કેશરિયાજીની યાત્રા કરી. સંવત ૧૮૭૭ની સાલમાં અષાડ સુદિ ૧૦ ના દિવસે વિકાનેરમાં શ્રીમંધરસ્વામીના દેરાસરમાં પચીશ બિંબની તેમને અંજનશલાકા કરી હતી. સંવત ૧૮૮૯ની સાલમાં મહા સુદિ ૧૦ દશમે વિકાનેરનાં શેઠિયા શાહ અમીચંદે કરાવેલા સમેતશિખર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org