________________
૫૦
કૃતાર્થ થાય છે. પિતે હમેશાં આરાધન કરવા યોગ્ય છે છતાં સંધવી પુણ્યકર્મ વડે ગુરૂનું આરાધન કરે છે તે સુવર્ણની સુગંધતા ને ચંદ્રની નિષ્કલંકતાજ છે. સયાત્રાનું ફલ ઇચ્છનાર સંઘવીએ મિથ્યાત્વીની જોડે સંસર્ગ અને તેઓના વાક તરફ આદરભાવ પણ ન કરવો જોઈએ, તેથી પરતીર્થની કદી નિન્દા તેમજ રસ્તુતિ ન કરવી. ત્રિકરણશુદ્ધિવડે જીવિત પર્યત સમ્યકત્વ પાલન કરવું. જે સંધ યાત્રા કરે છે અને તે સાધર્મિયુક્ત સાધુઓને વસ્ત્રાજ દાન અને નમનાદિથી નિરંતર પૂજે છે, પાક્ષિકાદિ પર્વો, દાનાદિક ધર્મો, અને અત્યુત્તમ સંધપૂજા નિષ્કપટભાવે કરનાર તે સંઘપતિ દેવતાઓને પણ પૂજ્ય થાય છે. અને કેઈક ત્રણ ભવની અંદર સિદ્ધિપદ પ્રાપ્ત કરે છે.”
સિદ્ધાચલ ઉપર રત્નની ખાણો, રસકૂપિકાઓ, જડીબુટ્ટ, ગુફાઓ વગેરે છે. રત્ન અને સુવર્ણની પ્રતિમાઓ ગુપ્ત ગુફાઓમાં સ્થાપન કરવામાં આવી છે. શત્રુંજયકલ્પમાં તત્સંબંધી વર્ણન કરવામાં આવ્યું છે. મુનિ મહારાજ શ્રીકપુરવિજયજી તરફથી એક ક૯૫ છપા વવામાં આવ્યા છે તેમાં પણ ઘણું વર્ણન કરવામાં આવ્યું છે. સિદ્ધાચલ પર સૂર્યાવર્ત નામનો કુણ છે તેને જલસેવનથી અનેક પ્રકારના રોગો નષ્ટ થઈ જાય છે. સિદ્ધાચલ પર્વત પર આવેલી રાયણનું માહાભ્યદૃષ્ટિએ, સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. વાચકેને શત્રુંજયમાહભમાંથી ધર્મદષ્ટિએ, ઐતિહાસિક દૃષ્ટિએ, ભાષાદષ્ટિયે, સાહિત્યદૃષ્ટિયે, ઘણું જાણવાનું મળે તેમ છે. સંસ્કૃતમાં રચાયેલા શત્રુંજયમાતામ્ય ગ્રંથમાંથી તથા શત્રુંજયતીર્થરાસમાંથી સંસ્કૃતભાષાદષ્ટિએ અને ગૂર્જરભાષાદષ્ટિએ વાચકોને ઘણું જાણવાનું મળી શકે તેમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org