________________
વધારે પુર્ણ થાય છે. નન્દીશ્વરમાં કુલાદિમાં, માનુષેત્તર પર્વત ઉપર, વૈભારગિરિ પર, સમેતશિખર પર વૈતાઢયપર્વ પર, મેરૂ પર્વતપર, રેયનગિરિપર, અને અષ્ટાપદ વગેરે માં જે ઐો આવેલાં છે, તેમાં અનુક્રમે કેટિગણું પુન્ય થાય છે, તેનાથી અનંતગણું પુણ્ય શત્રુંજયના દર્શન માત્રથી થાય છે.
હે શક ! તેના સેવનથી જે પુણ્ય થાય છે; તેતો વાચાને પણ અગે ચર છે. બીજે સ્થળે નિર્મલ બુદ્ધિવાળા પ્રાણુ ધ્યાન ની ટિપૂર્વવર્ષમાં જે સર્મ બાંધે છે તે સ્થળે એક મૂહુર્ત માત્રમાં ઉપાર્જન થઈ શકે છે એ નિઃશંસય છે.
હે સુરરાજ ! ત્રણ જગતને વિષે આનાથી બીજું કંઈ ઉત્કૃછતીર્થ નથી. આ તીર્થનું એક વખત નામ માત્ર શ્રવણ કરવાથી પાપને ક્ષય થઈ જાય છે. જ્યાં સુધી શત્રુંજ્યતીથી પૂછ્યું નથી તાવત તેને ગર્ભવાસ છે અને ધમ પણ તેનાથી દૂર છે. તે મૂઢાત્મન તું ધર્મ ધર્મ કરતાં ક્યાં રખડયા કરે છે! એકવાર શત્રુંજયને દેખ ! શામાટે અન્યત્ર પરિભ્રમણ કર્યા કરે છે. અત્ર અનન્ત જિને આવેલા છે, સિદ્ધ થયા છે, અને અસંખ્યાતા મુનિયે સિદ્ધિપદ પામ્યા છે. તેથી આ તીર્થ મહાન છે. ચર અને અચર જે છો આ પર્વતમાં રહેલા છે તેમને ધન્ય છે. જેને આ તીર્થ જોયું નથી તેના જીવતરને ધિક્કાર છે. મયુર, સર્પ, અને સિંહ વગેરે હિંસક પ્રાણી આ પર્વતમાં જિનેશ્વરના દર્શનથી સિદ્ધિપદને પામ્યા છે અને પામશે. બાલ્યાવસ્થામાં, પોવનમાં વૃદ્ધાવસ્થામાં અને તિર્યંચની નિમાં જે પાપ કરેલું હોય છે તે સિદ્ધાચલને સ્પર્શમાત્રથી નાશ પામી જાય છે. સ્વર્ગલોકને વિષે પૃથ્વી પર અને પાતાળને વિષે જે બિંબો છે તેની પૂજા કરવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org