________________
શ્રી શત્રુંજયતીર્થરાસ
૩૧
મણિપ્રિય વિદ્યાધરને સુત હું, ખેટ નગરને સ્વામી; માહરૂં નામ કલાપ્રિય વરી, રાજ્ય લીયે જય પામી. ભા. ૧૦ ગિરિ વૈતાઢયે ચાલે રાજન, તાહરે બલ અરિજીપી, રાજ્ય લહું તાહરે સુપાયે, તાહરી કીર્તિ દીપી. ભા. ૧૧ બેસીસિ વિમાને વિદ્યાધરહું, ખેટપુર નગર સિધાયા; ખેચર અરિજીપી કલાપ્રિય, રાજય સામ્રાજ્ય ભાયા. ભા. ૧૨ કલાપ્રિય ખેચર નિજ ભગિની, ગુણમાલા ઈણ નામે; રૂપે જેણી હરાવી અમરી, પરણાવી નિજ ગામે. ભા. ૧૩ બીજી પણ નૃપ રૂપ નિહાલી, વિદ્યાધર અંગ જાતા; પરણાવી ચક્રધર રાજાને, જીહાં તિહાં ભાગ્ય વિખ્યાતા. ભા. ૧૪ રચિત વિમાન કલાપ્રિય ખેચર, બેસી સકલત્ર રાજા; ચાલ્યા તિહાંથી સેરઠ સનમુખ, સાથે ખેચર જજ. ભા. ૧૫ માર્ગ દેખી વન રેલીયા, યુગાદિસ ગૃહ મહે; રાય વિમાન થકી ઉતરીયે, પૂજયા પ્રભુ ઉમાંહે; ભા. ૧૬ રાજા જીન પ્રાસાદ નિહાલે, ગેખે બેઠી દડી. રૂપ અને પમ વાનરી નારી, નયણે લાગી મીઠી. ભા. ૧૭ સુંદર નારિ વાનરી દીસે, એટલે કરમું ફરસે; તુરત થઈ કન્યા દિવ્ય રૂપે, વિસ્મય લહી મન હરશે. ભા. ૧૮ જેતલે રાય બોલાવે તેહને, તેટલે તસુ ખવાલા; ઉભય વિદ્યાધર આગલે આવી, ભષે વચન રસાલા. ભા. ૧૯ વિસ્મય મનમાં મ ધરે રાજા, રૂપ વિપર્યય દેખી; ચમતકારકથા તું સાંભલિ, પામિસિહર્ષ વિશેસે. ભા. ૨૦ એહવે સુણિ તિબેઠે રાજા, બે માહિ એક પયપે વૈતાઢય ગિરિની ઉત્તર સેણિ અમે રહુ બેહુ સ. ભા. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org